કાર્યક્રમ:કાપડ મંત્રી પિયુષ ગોયલ આજે વેપારીઓને મળશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરસાણા પ્લેટિનમ હોલમાં ચેમ્બરનો કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરને શુક્રવારે શહેરના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે આવનારા કેન્દ્રીય કોમર્સ અને ટેક્સટાઈલ મંત્રી પિયુષ ગોયલ તેમજ રાજ્ય કક્ષાના મંત્રી દર્શના જરદોશ બપોરે ૧૨:૩૦ વાગ્યે સરસાણા ખાતે ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં બંને મંત્રીઓ વેપારીઓ સાથે વાર્તાલાપ યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજવામાં આવેલા વીવનીટ કાર્યક્રમમાં કેન્દ્રીય ટેક્સટાઈલ સચિવ અને ટેક્સટાઈલ કમિશનર દ્વારા સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગોની મુલાકાત લીધી હતી.

વીવનીટ એક્ઝિબીશન બાદ આવતીકાલે 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71મો જન્મ દિવસ છે ત્યારે શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે કેન્દ્રીય કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તેમજ ટેક્સટાઈલ મંત્રી પિયુષ ગોયલ અને રાજ્ય કક્ષાના મંત્રી દર્શના જરદોશ ચેમ્બરના હોદ્દેદારો તથા શહેરના ઉદ્યોગકારોકારો સાથે વાર્તાલાપ કરશે. જેમાં ઉદ્યોગકારો દ્વારા વિવિધ માંગણી કરવામાં આવશે.

જેમાં સુરતમાં ટેક્સટાઈલ યુનિવર્સિટી બનાવવા, મેગા ટેક્સટાઈલ પાર્ક બનાવવા, સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવેલી વીવર્સની રૂપિયા 650 કરોડની ક્રેડિટનો ઉકેલ લાવવા, તમામ પ્રકારના યાર્ન પર લાગતી ઈમ્પોર્ટ ડ્યુટી દૂર કરવામાં આવે, સ્ટેન્ડઅપ ઈન્ડિયા 2016ની મંજૂર થયેલી સબસિડીઓનું ફંડ આપવા, શહેરમાં તૈયાર એપેરલ પાર્કની જગ્યાને ડિનોટિફાઈ કરીને મેગા પાર્ક યોજનાનો લાભ મળે તે સહિતની માંગણીઓ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...