તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિઝનેસ:કાપડ વેપારી ત્રિમાસિકને બદલે માસિક રિટર્ન ભરે : સંગઠન

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 5 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતાઓને અપીલ

રૂ.5 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવનારા વેપારીઓ ત્રિ-માસિકની જગ્યાએ માસિક રિટર્ન ભરે તેવું કાપડ માર્કેટના સંગઠનોએ આગ્રહ કરવાનું શરૂ કરી દીધું છે. ત્રિ-માસિક રિટર્નના કારણે ક્રેડિટ મેળવવાની ઝંઝટ વધવાની સાથે ડેટા રાખવાની પણ જવાબદારી વધશે, તેવી ચિંતા વ્યક્ત કરાઈ છે.

સુરત મર્કેન્ટાઇલ એસો.ના પ્રમુખ નરેન્દ્ર સાબુ જણાવે છે કે, સુરતના કાપડ વેપારીઓએ ત્રિમાસિક વિકલ્પમાં જાય તો નાના વેપારીઓનો મરો થશે. ટેક્સટાઈલ જગતમાં પહેલેથી જ કેટલાંક વેપારીઓ એવા છે કે સમયસર રિટર્ન ફાઈલ કરતાં નથી. એવામાં જે વેપારીનો માલ ખરીદનાર વ્યક્તિ જો માસિક આધાર પર રિટર્ન ફાઇલ કરતો હશે તો રિટર્નમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરી શકાશે નહી.

તેને લીધે જીએસટી વિભાગને વ્યાજ ચુકવવું પડશે. તે ઉપરાંત જો કોઇ વેપારી જીએસટી રિટર્ન 3 મહિનામાં ભરશે અને ટર્નઓવર જો 5 કરોડથી વધુ થશે, તો જીએસટી માસિક ભરવુ પડશે પરંતુ એ સ્થિતિમાં ખરીદીનું ક્રેડિટ મળશે નહી. એનાથી નાના વેપારીનો વેપાર ખરાબ થવાનો ભય છે. આ સાથે ક્રેડિટ બાકી રહેશે તો પેનલ્ટીની સાથે 10 ટકા વ્યાજ ચુકવવું પડશે. જેને પગલે અમે કાપડ માર્કેટના વેપારીઓને માસિક રિટર્નનો વિકલ્પ પસંદ કરવા આગ્રહ કરી રહ્યા છીએ.

...તો વધારાના ટેક્સની જવાબદારી આવશે
જીએસટીઆર-1માં ત્રિ-માસિક રિટર્ન ભરવાનો વિકલ્પ વેપારી પસંદ કરે તો પ્રથમ બે માસમાં તેમણે આઈસીસી ભરવાનું રહેશે. જેના કારણે ડેટા રાખવાની જફા વધશે. જ્યારે 3બી રિટર્નમાં અગાઉના ક્વોટરના ચલણની રકમ જેટલું જ ચલણ તૈયાર કરવું પડશે. જેની સામે ચિંતા એ છે કે, આગળના ક્વાટર જેટલો જ વેપાર ચાલુ ક્વાટરમાં વેપારીઓને નહીં થયો હોઈ તો પણ વધારાની ટેક્સની જવાબદારી આવશે. > આકાશ અગ્રવાલ, સીએ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો