ભાસ્કર વિશેષ:ટેક્સ્ટાઇલ માર્કેટમાં નવરાત્રિ-દિવાળીની તૈયારી શરૂ અગાઉ ધીમું પડેલું પ્રોડક્શન હવે 70% પર પહોંચ્યું

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દોઢ વર્ષથી મંદીનો માર ઝીલી રહેલા ઉદ્યોગ માટે આશાનું કિરણ

નવરાત્રી અને દિવાળી આડે હવે 2 મહિના જ બાકી રહ્યા છે ત્યારે શહેરની ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ તેમના પ્રોડક્શન ક્ષમતા કરતાં 70 ટકા સુધીનું વધારે પ્રોડક્શન કરી રહ્યાં છે.કોરોનાની બીજી લહેર બાદ હવે ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓને તહેવારોની સિઝન શરૂ થતાં ડિમાન્ડ વધે તે માટે નવી આશા દેખાઈ રહી છે. દિવાળીના તહેવારો માટે ટેક્સટાઈલ માર્કેટની પ્રોડક્ટોની વધારે ડિમાન્ડ હોય છે.

ત્યારે ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ દ્વારા નવરાત્રી અને દિવાળીના તહેવારોની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં વેપારીઓ દ્વારા કુર્તિ, લહેંગા, સાડી અને ડ્રેસ મટીરીયલ્સ બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ વેપારીઓને કોરોનાની ત્રીજી લહેરોનો ડર હોવાથી જરૂર પુરતું જ પ્રોડક્શન કરી રહ્યા છે. ઓવર પ્રોડક્શનથી વેપારીઓ બચી રહ્યા છે અને ખાસ કરીને જે વેપારીઓને ઓર્ડર મળી રહ્યા છે તે પ્રમાણે જ માલ તૈયાર કરીને બહારગામના વેપારીઓને ડિસ્પેચ કરી રહ્યા છે.

જોબવર્કના કામમાં પણ નોંધપાત્ર વધારો
વેપારીઓ ડ્રેસ, કુર્તિમાં વેલ્યુ એડિશન માટે જોબ વર્ક કરાવલામાં આવતું હોય છે. ધીમે ધીમે માર્કેટમાં ડિમાન્ડ વધવાને કારણે માર્કેટ વિસ્તારના વેપારીઓ દ્વારા હવે જોબવર્કનું પણ કામ કરાવવામાં આવી રહ્યું છે. વરાછા વિસ્તારની મહિલાઓ પાસે જોબવર્કનું કામ કરાવવામાં આવી રહ્યું છે.

પ્રોડક્શન હજુ વધશે
ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ કહે છે કે, ‘શહેરના વેપારીઓએ હવે નવરાત્રી, દિવાળીના તહેવારો નિમિત્તે તૈયારીઓ શરૂ તો કરી દીધી છે. પરંતુ વેપારીઓ વધારે પ્રોડક્શન કરી રહ્યા નથી. હાલ વેપારીઓ 70 ટકા સુધી પ્રોડક્શન કરી રહ્યા છે, જે આગામી દિવસોમાં વધશે.

દેશના અનેક રાજ્યોના બજારો ખૂલી ગયા: દેશના અલગ અલગ રાજ્યોની મંડીઓ ખુલવા માંડી છે. જેને કારણે સુરતના માર્કેટમાંથી ખરીદી નીકળી છે. દિલ્હી, રાજસ્થાન કલકત્તાની મંડિઓ ખુલી છે.

અન્ય સમાચારો પણ છે...