કોરોના વાઈરસ:સુરતના કાપડ ઉત્પાદકે એન્ટી વાઈરલ ઇન્ફેક્શન અને એન્ટી બેક્ટેરિયલ કાપડ બનાવ્યું

સુરત2 વર્ષ પહેલા
સરફેસ કોટીંગ, સ્પ્રે કોટીગ અને પેડ એપ્લિકેશનનો ઉપયોગ કરાયો
  • આ કાપડના શર્ટ કે સાડી-કુર્તા પહેરવાથી વાઈરલ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શનનું જોખમ મહદઅંશે ઘટાડી શકાય છે
  • કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા સુભાષ ધવન અને તેના પુત્ર હર્ષ ધવને સાથે મળીને કાપડ બનાવવામાં સફળ થયા

જરૂરિયાત શોધની જનની છે એ કહેવત સુરતના એક કાપડ ઉત્પાદક અને વેપારીએ સાચી સાબિત કરી છે. દેશ અને દુનિયા કોરોના સામે લોકડાઉનની લડત લડી રહ્યો હતો ત્યારે સુરતના એક કપડાં ઉત્પાદકે એન્ટી વાઈરલ ઇન્ફેક્શન અને એન્ટી બેક્ટેરિયલ કાપડ બનાવ્યું છે. આ કાપડના શર્ટ કે સાડી-કુર્તા પહેરવાથી વાઈરલ ઇન્ફેકશન કે બેક્ટેરિયલ ઇન્ફેક્શનનું જોખમ મહદઅંશે ઘટાડી શકાય છે.

જરૂરી તમામ પરીક્ષણો અને માન્યતા પણ મેળવી લીધી
સુરતનો સાડી અને કાપડ ઉદ્યોગ વિશ્વવિખ્યાત છે તેની સાથે સાથે સતત કંઈક નવું અલગ અને સમય કરતાં આગળનું વિચારનારા સુરતના કાપડ ઉધોગે ફરી એક વખત સાબિત કરી બતાવ્યું છે. સુરતના સચિન ખાતે ગોકુલમ ફેશનના નામે કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા સુભાષ ધવન અને તેના પુત્ર હર્ષ ધવને સાથે મળીને એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાઈરલ કાપડ તૈયાર કર્યું છે અને તેને માટે જરૂરી તમામ પરીક્ષણો અને માન્યતા પણ મેળવી લીધી છે. ખાસ કરીને કોરોના સમયે લોકોમાં ખૂબ ભય હતો તેવા સમયે સુભાષ ધવને આ કાપડ તૈયાર કરી અનેક લોકોને રાહત આપી છે.

કાપડ બનાવવા માટે નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરાયો
સુભાષ ધવને જણાવ્યું હતું કે, આ એન્ટી વાઈરલ અને એન્ટી બેક્ટેરિયલ કાપડ ઉપર ખાસ ટ્રીટમેન્ટ કરાય છે. જેમાં આ કાપડ બનાવવા માટે નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. સરફેસ કોટીંગ, સ્પ્રે કોટીગ અને પેડ એપ્લિકેશનનો ઉપયોગ કરાયો છે. આ કાપડનો ઉપયોગ હોસ્પિટલ અને આરોગ્ય સેવા સાથે સંકળાયેલા લોકો અને સામાન્ય લોકો પણ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...