તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યોજના:કાપડને બુસ્ટર: પ્રોડક્ટ લિંક ઈન્સેન્ટિવ સ્કીમ જાહેર થશે

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મેન મેઈડ ફાઈબર -ટેકનિકલ ટેક્સટાઈલ માટે યોજના

મેન મેઈડ ફાઈબર(એમએમએફ) અને ટેક્નિકલ ટેક્સટાઈલ સેક્ટરમાં સુરત સહિતના લોકલ કાપડ માર્કેટને બુસ્ટ મળે તે હેતુથી થોડા સમય પૂર્વે જ સરકાર દ્વારા પ્રોડક્ટ લિંક ઈન્સેન્ટિવ સ્કીમ જાહેર કરી છે. લોકલ માર્કેટમાં ચાઈનાની નિર્ભરતા ઘટે તે ઉદ્દેશથી સરકારે યોજના જાહેર કરી છે.જોકે, હજુ નિયમો જાહેર કરાયા નથી. તજજ્ઞો કહે છેકે, વિદેશી પ્રોડક્ટ સામે સ્પર્ધા થઈ શકવી મુશ્કેલ થતી હોઈ છે. જેના કારણે નાની કંપનીઓને સિક્યુરિટી પુરી પાડવા સરકાર દ્વારા આ સ્કીમની જાહેરાત કરાય છે. જેમાં એમએમએફ સેક્ટર તથા ટેક્નિકલ ટેક્સટાઈલ સેક્ટરને ધ્યાને લેવાયું છે. એમએમએફ સેક્ટરમાં સુરતનો હિસ્સો 65 ટકાનો છે. એસઆરટીઈપીસીના માજી ચેરમેન નારાયણ અગ્રવાલ જણાવે છે કે, નવી સ્કીમને સુરતને ચોક્કસ બુસ્ટ મળશે તેવી આશા છે.

વિદેશથી રો-મટીરિયલ્સ નહીં આવતાં અસર થઈ
વીવર્સ વર્ગમાં યાર્નના દર વધ્યાં હોવાની વાતને લઈને બુમરાણ છે. જોકે, સ્પીનર્સ આગેવાનો જણાવે છે કે લોકડાઉનની અસર હજુ પણ ગઈ નથી. ઘણી વિદેશી કંપનીઓ યાર્ન તૈયાર કરવા માટે વાપરતાં ચીપ્સની શોર્ટ સપ્લાય છે. વધુમાં શીપીંગ કંપનીઓ દ્વારા જે ફ્રેટના દર 300 થી 500 ડોલર હતા. તે વધારીને 1500 ડોલર સુધી કરી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો