તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, Tests Are Being Carried Out On Groceries Ranging From Vegetables To Groceries To Find The Super Spreader That Exploded The Corona.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જહેમત:​​​​​​​સુરતમાં કોરોના વિસ્ફોટ કરનાર સુપર સ્પ્રેડરને શોધવા આરોગ્ય તંત્રના ઉધામા, શાકભાજીથી લઈને કરિયાણાની દુકાનદારોના ટેસ્ટિંગ કરાય છે

​​​​​​​સુરત2 મહિનો પહેલા
સિનિયરો પણ ખાસ ધ્યાન રાખીને ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.
  • અલગ અલગ વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધતાં આરોગ્ય તંત્રની ટીમો કામો લાગી
  • સિટી બસમાં જ આરોગ્યની ટીમ દ્વારા કોરોના ટેસ્ટ કરવાનું શરૂ કરવામાં આવ્યું

સુરતમાં કોરોના સંક્રમણ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. કોરોનાને રોકવા માટે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા સુપર સ્પ્રેડરને શોધવા માટે આરોગ્ય વિભાગને સૂચના અપાઈ છે. ટેસ્ટિંગ પર ભાર મૂકાતા આરોગ્ય વિભાગ દ્વારા રેડ ઝોનમાં જઈને મેડિકલ સ્ટોર, શાકભાજી વિક્રેતા અને કરિયાણાની દુકાનના સંચાલકો જેવા સુપર સ્પ્રેડરને શોધવા માટે જહેમત હાથ ધરવામાં આવી છે. પાલિકાના ટ્રાન્સપોર્ટેશન માટે ઉપયોગમાં લેવાતી બસનો પણ ઉપયોગ રેપિડ ટેસ્ટના સેન્ટર તરીકે કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગ લોકો પાસે પહોંચીને તેના તાત્કાલિક ટેસ્ટ કરીને કોરોનાને સ્પ્રેડ થતો અટકાવવા પ્રયાસ હાથ ધરી રહી છે.

ટેસ્ટ ઝડપથી આવે તે માટે સેન્ટર પણ વધારી દેવામાં આવ્યાં છે.
ટેસ્ટ ઝડપથી આવે તે માટે સેન્ટર પણ વધારી દેવામાં આવ્યાં છે.

લોકોને ટેસ્ટ કરાવવા હાકલ
સુરતમાં બે દિવસ પહેલા સેન્ટ્રલ ઝોનમાં તક્ષશિલા એપાર્ટમેન્ટમાં સાત કેસ પોઝિટિવ આવતા સાત જેટલા કેસ પોઝિટિવ આવતા મ્યુનિસિપલ કમિશનરે પોતે વિસ્તારની મુલાકાત લઈને સાવચેતીના ભાગરૂપે તમામ લોકોને સુરક્ષિત રહેવા માટે હાકલ કરી હતી. તેમજ આરોગ્ય અધિકારીઓ દ્વારા તક્ષશિલા એપાર્ટમેન્ટ સહિત આસપાસના વિસ્તારોમાં બેનરો લગાડીને લોકોને જાગૃત કરાયા હતાં.

બસમાં જ સેન્ટર બનાવી દેવાયા બાદ ટેસ્ટિગ કરવામાં આવી રહ્યું છે.
બસમાં જ સેન્ટર બનાવી દેવાયા બાદ ટેસ્ટિગ કરવામાં આવી રહ્યું છે.

સિનિયર સિટીઝનની વિશેષ કાળજી
જે ઘરમાં કોરોના પોઝિટિવની સંખ્યા વધુ આવી રહી છે, ત્યાં સિનિયર સિટીઝનોના કોરોનાની કામગીરી પણ ખૂબ જ ગંભીરતાથી કરવામાં આવી રહી છે. જેથી કરીને ડાયાબિટીસ બ્લડ પ્રેશર જેવા ગંભીર બિમારીથી પિડાતા સિનિયર સિટીઝનોને કોરોના સંક્રમણથી બચાવી શકાય તે માટે ટેસ્ટ અને સુવિધાઓ આપવામાં આવી રહી છે.

અઠવા લાઈન્સમાં કેસની સંખ્યા વધતા તપાસ વધારી દેવાઈ છે.
અઠવા લાઈન્સમાં કેસની સંખ્યા વધતા તપાસ વધારી દેવાઈ છે.

ટેસ્ટની સંખ્યા વધારી દેવાઈ
સુરત શહેરમાં સતત વધતા કોરાણા સંક્રમણને કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં ચેકિંગ શરૂ કરી દીધું છે. સુરતના સૌથી વધુ રેડ ઝોન તરીકે અઠવાથી કોરોના પોઝિટિવ કેસો છેલ્લા કેટલાક દિવસથી સામે આવી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને અઠવાડિયાની અંદર અલગ અલગ વિસ્તારોમાં કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.હાલ 22 હજારથી વધુ ટેસ્ટ પ્રતિદિવસ કરવામાં આવી રહ્યાં છે. જેમાં અગાઉ કરતાં સંક્રમિતોની સંખ્યા વધારે જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો