તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:મુંબઇથી આવતી ટ્રેનોમાં ટેસ્ટિંગ શરૂ કરાયું, કિટ ખૂટી પડતા માંડ 200 મુસાફરોના ટેસ્ટ કરાયા

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એરપોર્ટ, રેલવે, એસટી સાથે કુલ 2938ના ટેસ્ટ કરાયા, 4ના રિપોર્ટ પોઝિટિવ

બુધવારે એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ ડેપો, ચેક પોસ્ટ સહિતની વિવિધ જગ્યાઓ પર 2938 મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ કરાતા કુલ 4 સંક્રમિત મળી આવ્યા હતાં, જેમાંથી સૌથી વધુ જહાંગીરપુરા ચેકપોસ્ટમાંથી સૌથી વધુ 3 કેસ મળ્યા હતાં. સુરત રેલવે વિભાગ પ્રમાણે મુંબઇ તરફથી રોજ 5 હજાર મુસાફરો સુરતમાં પ્રવેશે છે. બુધવારે રેલવે સ્ટેશનના બુથ પર 200 યાત્રીઓના ટેસ્ટિંગ બાદ કીટ ખુટી પડતા અન્ય મુસાફરોનું ટેસ્ટિંગ થયું ન હતું.

એસટી વિભાગે પણ દૈનિક 110 બસ મહારાષ્ટ્રથી સુરતના ઉધના, ડિંડોલી અને સેન્ટ્રલ બસ ડેપો પર રોકાણ કરે છે. ત્યારે હાઇવે માર્ગથી સતત ચાલુ રહેતું આવાગમન મુજબ રોજ મુંબઇ તરફથી કુલ 5 હજાર લોકો સુરતમાં પ્રવેશે છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાન તરફથી આવતી લકઝરી બસને શહેરના એન્ટ્રિ પોઇન્ટ પહેલાં જ બુથ અંગે સચેત કરી દેવામાં આવે છે. જેથી ઘણા મુસાફરો બુથ પહેલાં જ બસ છોડી દે છે.

એરપોર્ટ પર વધુ ટેસ્ટિંગ

સ્પોટટેસ્ટિંગપોઝિટિવ
એરપોર્ટ7300
રેલવે સ્ટેશન2000
સેન્ટ્રલ બસ ડેપો1480
અડાજણ બસ ડેપો1110
જહાંગીરપુરા ચેક પોસ્ટ2023
વાલક ચેક પોસ્ટ2701
પલસાણા ચેક પોસ્ટ4610
સારોલી ચેકપોસ્ટ3800
સાયણ ચેકપોસ્ટ1360
અન્ય સમાચારો પણ છે...