અગ્નિકાંડ:તક્ષશિલા કેસમાં વધુ 1 ડોકટરની જુબાની લેવાઇ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તક્ષશિલા અગ્નિકાંડમાં ચાર્જફ્રેમ થયા બાદ બુધવારે પાંચમાં ડોકટરની જુબાની લેવાઈ હતી. સર અને ઉલટ તપાસ બાદ હવે આગામી 30મી સપ્ટેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે. મૂળ ફરિયાદી તરફેના એડવોકેટ પિયુષ માંગુકિયાએ કહ્યુ કે હજી પાંચ ડોકટરોની જુબાની બાકી છે.

બે વર્ષ અગાઉના તક્ષશિલા અગ્નિકાંડમાં 22 વિદ્યાર્થીઓના કરૂણ મોત નિપજ્યાં હતા. જ્યારે 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં પાલિકા, ફાયર અને વીજ કંપનીના કર્માચારીઓનો પણ સમાવેશ થતો હતો. આજે બુધવારના રોજ ડો સંદિપની જુબાની લેવામાં આવી હતી. જેમણે ત્રણ પીએમ કર્યા હતા. આજે એડવોકેટ કેતન રેશમવાલા ઉપરાંત એડવોકેટ આર.એન. ઠાકરિયાએ ઉલટ તપાસ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...