તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાયરલ વીડિયો:ધનવંતરી રથ પર ટેસ્ટ કીટનો વેડફાટ, વીડિયો મુદ્દે તપાસ

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઘણી કિટોને ડસ્ટબિનમાં ફેંકી દેવાઇ છે, વીડિયો જૂનો પરંતુ તપાસ કરી પગલાં લેવાશે: ડે. કમિ.

કોરોના સંક્રમણ વધ્યું છે ત્યારે શહેરમાં ઠેર-ઠેર ધનવંતરી રથમાં વધુમાં વધુ ટેસ્ટિંગ કરીને સંક્રમણ અટકાવવાના પ્રયાસો કરાઈ છે. ત્યારે કોરોના ટેસ્ટ કિટનો ખોટો ઉપયોગ કરીને ટેસ્ટ કીટને ડસ્ટબિનમાં ફેંકતો ધન્વંતરી રથનો એક કર્મચારીને દર્શાવવામાં આવી રહ્યાનો એક વીડિયો શહેરમાં વાઇરલ થયો છે. કતારગામ વિસ્તારનો વીડિયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ 3 મિનિટના વીડિયોથી ટેસ્ટિંગ કીટનો વેડફાટ કરી રહ્યો હોવાનું દર્શાવવામાં આવે છે.

પાલિકા કમિશનરે વાઇરલ વીડિયો અંગે સ્પષ્ટતા કરી હતી કે, વીડિયો જૂનો છે અને ટેસ્ટિંગમાં રિઝલ્ટ ખોટા આવતાં એવી કીટનો નાશ કરવામાં આવ્યો હતો. ડેપ્યુટી કમિશનર ડો.આશિષ નાયકે જણાવ્યું હતું કે, જૂનો વીડિયો વાયરલ થયો છે છતાં તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

દિવસમાં આટલા ટેસ્ટિંગ કરવાના એવો કોઈ જ ટાર્ગેટ આપવામાં આવતો નથી પોઝિટિવના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવાના હોય છે. વીડિયો જોતાં સમજ નથી પડતી કે ડસ્ટબિનમાં શું ફેંકી રહ્યો છે. પરંતુ ચેક કર્યા પછી એક્શન લેવામાં આવશે. આ વાયરલ વીડિયો કતારગામ વિસ્તારનો હોવાનું જણાય છે. પરંતુ ઘટનાની ગંભીરતા જોઈને તપાસ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો