તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Genome Sequencing Test For Corona Variant Will Be Conducted At Veer Narmad South Gujarat University, Surat Will Be The Second City After Gandhinagar

મંજૂરી મળી:કોરોનાના વેરિયન્ટની તપાસ માટે જીનોમ સિક્વન્સિંગ પરીક્ષણ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં થશે, ગાંધીનગર બાદ સુરત બીજું શહેર બનશે

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના વાઈરસનો પ્રકાર અને તેમાં થયેલા બદલાવનું પૂર્ણ પરીક્ષણ થશે

ગુજરાત સરકારે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) ગાંધીનગરના સમન્વયમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બાયોટેક વિભાગમાં જીનોમ સિક્વન્સિંગ પરીક્ષણ કરવા માટે મંજૂરી આપી છે. કોરોના વાઈરસમાં જે વેરિયન્ટ આવે છે તે કયા પ્રકારનો છે અને કેટલો ઘાતક છે તે અંગેનું પરીક્ષણ આ જીનોમ સિક્વન્સિંગ લેબોરેટરીમાં કરવામાં આવે છે. જેમાં વાઈરસનો પ્રકાર અને તેમાં થયેલા બદલાવનું પૂર્ણ પરીક્ષણ થઈ જાય છે.

રિપોર્ટ માત્ર 8 થી 10 દિવસમાં આવી જશે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ દાવો કર્યો છે કે કોરોના વાઈરસનો ડેલ્ટા વેરિઅન્ટ તેની દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાએ તમામ દેશોને ચેતવણી આપી છે કે ડેલ્ટા વેરિયન્ટ 104 દેશોમાં પહોંચી ગયો છે અને ટૂંક સમયમાં જ વિશ્વ પર પ્રભુત્વ મેળવશે. આવી સ્થિતિમાં સુરત શહેરમાં ગુજરાતમાં અમદાવાદ બાદ સૌથી વધુ કોરોના સંક્રમણ ફેલાવવાના કેસો સામે આવ્યા હતા. પરીક્ષણ જો સુરત શહેરમાં થાય તો બે મહિનામાં જે રિપોર્ટ આવતા હતા તે માત્ર 8 થી 10 દિવસમાં આવી જશે. રિપોર્ટ વહેલા આવવાના કારણે ઝડપથી તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવશે.

ગાંધીનગર ખાતે આવતા કામનું ભારણ ઓછું થશે
કોરોના સંક્રમણ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ફેલાતો હોવાને કારણે ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે પરીક્ષણ કરવા માટે ગાંધીનગર ખાતેની લેબમાં ખુબ મોટી સંખ્યામાં ધસારો હોય છે. ગાંધીનગર ખાતેની GBRC જીનોમ સિક્વન્સીંગ માટેના નમૂનાના પરીક્ષણથી છલકાઇ જાય છે. એવી સ્થિતિમાં સુરત શહેરમાં પરીક્ષણની કામગીરી હાથ ધરાશે તો ગાંધીનગર ખાતે આવતા કામનું ભારણ ઓછું થશે.

લેબોરેટરી માટે હાય સેફ્ટી સ્ટાન્ડર્ડની વિશેષ કાળજી
અમદાવાદ બાદ સુરતમાં કોરોના સંક્રમણની સ્થિતિ ખૂબ જ ભયાવહ થઈ જાય છે. જિનોમ સિક્વન્સિંગ લેબ શરૂ કરવાની માગણી કરવામાં આવી રહી હતી, પરંતુ લેબોરેટરી માટે હાય સેફ્ટી સ્ટાન્ડર્ડની વિશેષ કાળજી રાખવાની હોય છે. ત્યારબાદ જ લેવલે પરીક્ષણ માટેની મંજૂરી મળે છે. આખરે તમામ બાબતોને તપાસીને સુરતમાં મોટા રાહતના સમાચાર આવ્યા છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બાયોટેક વિભાગમાં લેબ શરૂ થશે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બાયોટેક વિભાગમાં લેબ શરૂ થશે.

અત્યાર સુધીમાં લેવાયેલા સેમ્પલમાં ડેલ્ટા જોવા મળ્યો નથી
VNSGUના માઇક્રોબાયોલોજી વિભાગના ડો.પ્રવીણ દુધાગરાએ જણાવ્યું હતું કે, અમે દર સોમવારે તમામ ગટરના પમ્પિંગ કેન્દ્રોમાંથી નમૂના એકત્ર કરીશું. નમૂનાઓની કોરોના વાઈરસની હાજરી માટે પરીક્ષણ કરવામાં આવશે. આ આપણને પરિવર્તન વિશે વધુ સારી સમજ આપશે. અત્યાર સુધી જેટલા પણ સેમ્પલ લીધા છે તાજેતરમાં તેમાં ડેલ્ટા વાઈરસની કોઈ હાજરી મળી નથી જે આપણા માટે રાહતના સમાચાર છે.

જીનોમ લેબ માટે મંજૂરી માગવામાં આવી હતી.
જીનોમ લેબ માટે મંજૂરી માગવામાં આવી હતી.

જીનોમ લેબને મંજૂરી આપવાથી ઘણું ખરું કામ સરળતાથી થઇ જશે
સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી હેલ્થ કમિશનર આશિષ નાયકે જણાવ્યું કે SMCના આરોગ્ય વિભાગે ટ્રિપલ-ટી વ્યૂહરચના (ટેસ્ટીંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ) ચાલુ રાખી છે. ડોર ટુ ડોર હેલ્થ સર્વે નિયમિત ધોરણે કરવામાં આવી રહ્યો છે. જીનોમ લેબને મંજૂરી આપવાથી ઘણું ખરું કામ સરળતાથી થઇ જશે. જેમાં સૌથી મોટો ફાયદો એ થવાનો છે કે જે સેમ્પલના ટેસ્ટિંગના પરિણામમાં લાંબો સમય હતો તે ઝડપથી આવી જશે. તેના કારણે જો દેખાય તો તેને રોકવા માટે આપણે ઓછા સમયમાં સારું કામ કરી શકે છે.