સુરત શહેરમાં ચોરીની ઘટનાઓ અટકવાનું નામ લઇ રહી નથી. જેને કારણે કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં લોકો ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સરસાણા વિસ્તારમાં ચડ્ડીધારી ગેંગ દ્વારા ઘરમાં ચોરી કરવાની ઘટના સામે આવી છે. જાણે કોઈનો ડર ન હોય તે રીતે તસ્કરો હાથ સાફ કરી રહ્યા છે. આ ગેંગ સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
ચડ્ડીધારી ગેંગ પોલીસ માટે પડકાર
સરસાણા વિસ્તારના ગામમાં થયેલી ચોરીને કારણે ચકચાર મચી ગઈ છે. આઠથી દસ ચડ્ડીધારી ગેંગના ઇસમો ચોરી કરીને ફરાર થઈ ગયા હોવાનું સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું. સમગ્ર ઘટનાના સીસીટીવી જોતા ગામ લોકો પણ ભયભીત થઈ ગયા છે. એક-બે નહીં પરંતુ 8થી 10 તસ્કરોની ટોળકી એક સાથે મોડી રાતે ગામમાં પ્રવેશે છે અને ત્યારબાદ ચોરીની ઘટનાને અંજામ આપીને ફરાર થઈ જાય છે.
કાંઠા વિસ્તારના ગામોમાં પેટ્રોલિંગ વધારવાની જરૂર
ઘરમાં જે રીતે ચોરી કરી છે તેનાથી એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે ચડ્ડીધારી ગેંગ ખૂબ જ સાતિર છે. અલગ અલગ સાધનો વડે દરવાજા બારીઓ તોડીને ઘરમાં પ્રવેશ કરી લેતા હોય છે અને કોઈને તેની જાણ પણ થતી નથી. સ્થાનિક લોકોનું માનવું છે કે પોલીસ દ્વારા જો પેટ્રોલિંગ સઘન કરવામાં આવે તો આ પ્રકારની ઘટનાઓ બનતી અટકી શકે છે. ચડ્ડીધારી ગેંગ જેવી જે સક્રિય ટોળકીઓ છે તેમાં ડરનો માહોલ બની રહે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.