• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Terror Of Anti social Elements In Udhana Of Surat, Attackers With Open Swords Damaged Vehicles Including Houses In Patelnagar

હુમલો:સુરતના ઉધનામાં અસામાજિકતત્વોનો આતંક, ખુલ્લી તલવારો સાથે પટેલનગરમાં હુમલાખોરોએ મકાન સહિત વાહનોને નુકસાન પહોંચાડ્યું

સુરતએક મહિનો પહેલા
આઠ-દસ માથાભારે ઈસમોએ હુમલો કર્યો હોવાનું સીસીટીવીમાં કેદ થયુ હતું.
  • મકાનના દરવાજા પર તલવારના ઘા ઝીંક્યાં

સુરતના ઉધના વિસ્તારમાં આવેલા પટેલનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાની વધુ એક ઘટનાના CCTV વાઇરલ થયા છે. રાત્રિના સમયે હુમલાખોરોએ ખુલ્લી તલવારો અને હથિયારો સાથે એક મકાન પર તલવારના ઘા ઝીંક્યાં હતાં. સાથે જ હુમલાખોરે આતંક ઉભો કરતાં ઘાતક હત્યારો સાથે હુમલો કરી પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી. જેથી સ્થાનિકોમાં ભયનો માહોલ પેદા થયો છે.સાથે જ પોલીસ કાર્યવાહીની સ્થાનિકો માગ કરી રહ્યાં છે.

પોલીસ પર સ્થાનિકોના આક્ષેપ
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, હુમલાખોરો 8થી વધુ હતા. પટેલનગરના લોકોમાં પોતાનો ભય ઉભો કરવાના પ્રયાસ સાથે હુમલો કરાયો હોવાનું કહી શકાય છે. જેને લઈ લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે. ઘટનાથી વાકેફ ઉધના પોલીસ દ્વારા મામલો દબાવાનો પ્રયાસ પણ કરાઈ રહ્યો હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે.

હુમલાના સીસીટીવી સોશિયલ
હુમલાના સીસીટીવી સોશિયલ

કમિશનરને રજૂઆત કરાશે
ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ પોલીસની ઉંઘ ઉડી ગઈ છે. ઘટના પટેલ નગર પોલીસ ચોકીની નજીકની હોવા છતાં હુમલાખોરો સામે કોઈ કાર્યવાહી ન કરાઇ પાછળ પોલીસ અને અસામાજિક તત્વોની સાંઠગાંઠ હોવાનો સંદેશો આપે છે. આ બાબતે સોસાયટીના લોકો એકત્રિત થઈ આગામી દિવસોમાં પોલીસ કમિશનરને મળીને રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા હોવાનું સ્થાનિકોએ જણાવતાં ઉમેર્યું કે, બાઇક મોપેડ સહિતના વાહનોમાં તોડફોડ કરાઈ છે.પોલીસ ફરિયાદ નોંધે અને કાયદેસરના પગલાં લે એ જ અમારી માગણી છે.

પોલીસ ઘટનાથી અજાણ
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, હુમલા પાછળ રૂપિયાની લેતી દેતી હોવાનું સામે આવ્યું છે. રાઠોડ સરનેમ વાળા યુવકે 16મીના રોજ હુલાખોરો પૈકીના એકની નેશનલ બેકરીના વાહનોની તોડફોડ કરી હોવાની વાત પણ ચાલી રહી છે. જેની અદાવત રાખી રાત્રે હુમલાખોરોએ રાઠોડના ઘર પર હુમલો કરી વાહનો તોડી નાખ્યા છે. બેકરીવાળાના વાહનની તોડફોડના પણ CCTV સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જોકે ઉધના પીઆઇ વી. બી. દેસાઈએ કહ્યું કે, ઘટના વિશે મને ખબર નથી. હું તપાસ કરાવું છું.