• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Term Completed In Palika: Chambers Of Rulers Will Be Closed For Two Months, Car And Phone Facilities Will Be Handed Over

નિર્ણય:પાલિકામાં ટર્મ પૂર્ણ : બે માસ શાસકોની ચેમ્બરો બંધ રહેશે, કાર અને ફોન સુવિધાઓ સુપરત કરાશે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કમિશનર બંછાનિધિ પાની હવે વહીવટદાર

મહાપાલિકામાં વર્ષ 2015-20ની પાંચ વર્ષની ટર્મ રવિવારે રાત્રે 12 કલાકે પૂર્ણ થઈ ગઈ છે. તે સાથે જ મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સહિતની તમામ ખાસ સમિતિઓના પદાધિકારીઓ, સભ્યો અને કાર્યકર્તાઓનો પાલિકામાં ધમધમાટ થંભી જશે. ફેબ્રુઆરી અંતમાં ચૂંટણી સુધી બે મહિના શાસકોની ચેમ્બરો બંધ થઈ જશે. રાત્રે 12 વાગ્યા બાદ તમામ પદાધિકારીઓ તેઓને ફાળવેલી વિવિધ સુવિધાઓ ભોગવવા માટે કાયદેસર રીતે હક્કદાર રહેશે નહી. તેથી સોમવારે ચેમ્બર, કાર, ટેલિફોન સહિતની તમામ સુવિધાઓ મહાપાલિકાને સુપરત થઈ જશે. અત્યાર સુધી મોભાદાર પદ સંભાળતાં પદાધિકારીઓ ઉદ્દઘાટનો, જાહેર સમારંભો, ખાનગી કાર્યક્રમોમાં હાજરી આપવા પાલિકાની કાર-ડ્રાઈવરની સવલત સાથે જતાં પરંતુ સોમવારથી પોતાના ખાનગી વાહનમાં ફરતાં થઈ જશે.

રવિવારે રાત્રિના 12ના ટકોરેથી ટર્મ પૂર્ણ થશે
નામદાર કોર્ટના નિર્દેશ પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લીધે ચિફ ઓફિસરો, કમિશનરને વહીવટદાર તરીકે નિમણૂંક કરતાં આદેશ કર્યા હતાં. રવિવારે રાત્રિના 12ના ટકોરેથી ટર્મ પૂર્ણ થતાં સોમવારથી પાલિકાના વહીવટદાર તરીકે કમિશનર બંછાનિધિ પાની જવાબદારી વહન કરશે.

અન્ય સમાચારો પણ છે...