પરિણીતા પર દાનત બગાડી:સચિનમાં કૌટુંબિક જેઠે જ પરિણીતા પર દુષ્કર્મ કર્યું, વતન MP જઈ આરોપી સામે ફરિયાદ આપી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સચીન શ્રમ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય પરિણીતાને તેના જ કૌટુંબિક જેઠએ રેપ કર્યો હોવાની વાત સામે આવી છે. પરિણીતાના પતિને સુરતમાં કામ અપાવવા માટે આરોપીએ બોલાવી બાદમાં પરિણીતા પર દાનત બગાડી હતી. કૌટુંબિક જેઠએ પરિણીતાના સાથે શારીરિક સંબંધ બાંધી બાદમાં વતન જવાની વાત કરી હતી.

પરિણીતાને એવુ હતું કે કૌટુંબિક જેઠ વતનમાં મને બદનામ કરશે. એવા ડરને કારણે પરિણીતા થોડા સમય પછી વતન એમપી ચાલી ગઈ હતી. વતનમાં પરિણીતાએ કૌટુંબિક જેઠ વિરુધ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે ઝીરો નંબરથી બળાત્કારનો ગુનો નોંધી ફરિયાદ સુરત મોકલી આપી હતી. સચીન પોલીસે રવિ શંકર હિંચલાલ કુશવાહા(રહે,એમપી) સામે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...