તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:સચિનમાં તમાકુની પડીકીના ઝઘડામાં કામદારની હત્યા, પોલીસે 4 આરોપીઓની અટક કરી

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

સચિન GIDCમાં રોડ નં-6 પાસે શોપિંગ સેન્ટરના ઘાબા પર બે કામદાર મિત્રોની વચ્ચે તમાકુની પડીકીને લઈ મામલો હત્યા સુધી પહોંચી ગયો છે. ટેરેસ પર રહેતા પવને તમાકુની પડીકી મિત્ર અશોક પાસે માંગી હતી. અશોક પાસે પડીકી ન હોય છતાં પવને બુધવારે મોડી રાતે તેની સાથે ઝઘડો કર્યો હતો. આ ઝઘડામાં મૃતક પવન ગરાસીયા (32)એ અશોકને લાકડાનો ફટકો મારી દીધો હતો. જેને લઈને અન્ય મિત્રો મામલો થાળે પાડી દીધો હતો. થોડીવાર પછી પવને પાછો આવી ઝઘડો કર્યો હતો અને ત્યાં સૂતેલા અન્ય મિત્ર રઘુને લાકડાનો ફટકો મારી દીધો હતો. આથી 4 મિત્રો પવન પર તૂટી પડ્યા હતા.

પવનને લાકડાનો ફટકો માથામાં મારી દેતા તેને લોહીલુહાણ હાલતમાં સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મોત થયું હતું. સચિન GIDC પોલીસે પવનના હત્યારા અશોક ઉર્ફે જાડીયો, રઘુ વિશ્વકર્મા, શિવા પાંડે અને પંકજ રાજપુતની સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે હત્યારાઓની વહેલી સવારે અટક કરીને તપાસ હાથ ધરી છે. વધુમાં મૃતક પવન ગરાસીયા મૂળ રાજસ્થાનનો વતની છે અને તેની પત્ની અને સંતાનો અલગ રહે છે અને પવન માતા સાથે રહેતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો