તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સચિનમાં પ્રેમિકાની આત્મહત્યા કેસમાં પ્રેમી સામે દુષ્પ્રેરણાનો ગુનો

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લગ્નની લાલચ આપી 2 વર્ષ સુધી સંબંધ રાખ્યા

સચિનમાં પ્રેમીએ લગ્ન કરવાનો ઇન્કાર કરતા પ્રેમિકાએ આપઘાત કરવાના બનાવમાં પ્રેમી વિરૂદ્ધ સચિન પોલીસમાં આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધાયો છે. સચિન ખાતે આવેલી એક સોસાયટીમાં રહેતા સુરજ રામચરણ યાદવે સચિન વિસ્તારમાં રહેતા કવિતા (નામ બદલ્યું છે)ને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ સુરજ યાદવે કવિતાના માતા પિતાને પોતે લગ્ન કરવાનો હોવાનું કહીને તેની સાથે બે વર્ષ સુધી સંબંધ રાખ્યો હતો. આમ બે વર્ષ સુધી કવિતા ને લગ્નની લાલચ આપી તેની સાથે સંબંધ બાંધનાર સુરજે બે દિવસ પહેલાં અચાનક યુ ટર્ન લીધો હતો.

સુરજે બે દિવસ પહેલા પ્રેમિકા કવિતાને પોતાના લગ્ન અન્ય યુવતી સાથે થવાના હોવાનું કહેતા કવિતા ડિપ્રેશનમાં આવી ગઇ હતી. સુરજે તેની સાથે આટલો સમય સુધી લગ્નના નામે સંબંધ રાખી તરછોડી દેતા તેણીએ ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. કવિતા દ્વારા આત્મહત્યા કરવાના બનાવ અંગે સચિન પોલીસે પ્રેમી સુરજ યાદવ વિરૂદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો