સચીન GIDC ગેસકાંડ:ખાડીમાં કેમિકલનો નિકાલ કરનારા સચિનના 2 ઉદ્યોગકારોની ધરપકડ

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સહજાનંદ યાર્ન ડાંઇગ-રીયલ કેમથી કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરાતો હતો

સચીન GIDCમાં ઝેરી કેમિકલમાં 6 લોકોનાં મોત મામલે સચીન જીઆઇડીસીના બે ઉદ્યોગકારોની ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી છે. ઝેરી કેમિકલનો જે ખાડીમાં નિકાલ કરાયો હતો તે જ ખાડીમાં બંને ઉદ્યોગકારોએ પણ પોતાની ફેક્ટરીમાંથી કેમિકલયુક્ત પાણીનો નિકાલ કર્યો હતો. જીપીસીબીએ ખાડીમાંથી સેમ્પલો લઈ તપાસ કરતા સોડિયમ હાઇડ્રો સલ્ફાઈડ નામના ઝેરી કેમિકલ વેસ્ટની સાથે કલર યાર્ન બનાવવા ઉપયોગમાં લેવાયેલા કેમિકલો પણ મળ્યા હતા.

સચીન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી સહજાનંદ યાર્ન ડાઇંગ અને રીયલ કેમના માલિકો સામે સકંજો કસાયો હતો. અઠવાડિયા પહેલા સહજાનંદ યાર્ન ડાંઇગના વિજય ડોબરીયા (39) (રહે, શ્યામ લકઝરી એપાર્ટ, વેસુ) અને રીયલ કેમના સૌરભ ગાબાણી (36)(રહે, સૌરભ સોસા, અડાજણ-પાલ રોડ)ને ક્રાઇમબ્રાંચ ઊચકી લાવી હતી. મંગળવારે બંનેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા મોડીરાતે ડીસીબીએ ધરપકડ કરી હતી.

એનજીટીની સરકાર, જીપીસીબીને નોટીસ
સચિન જીઆઈડીસીની ખાડીમાં ગેરકાયદેસર ઝેરી કેમિકલના નિકાલ મામલે એનજીટીએ સુઓમોટો દાખલ કરી રાજ્ય સરકાર અને જીબીસીબીને નોટીસ ફટકારી હતી. જેના પગલે મંગળવારે ઓનલાઈન સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન જીપીસીબીએ વકીલ મારફતે જવાબ રજૂ કવા માટે એનજીટી પાસે એક અઠવાડિયાનો સમય માંગ્યો હતો. જ્યારે સરકાર તરફથી આગામી સમયમાં જવાબ રજૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...