આંશિક સુધારો કરાશે:ભેસ્તાન સરસ્વતી આવાસનું ટેન્ડરીંગ હવે બે પાર્ટમાં થશે

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિ-ડેવલપમેન્ટ માટે ઇજારદાર મળતાં નથી
  • પેમેન્ટની શરતમાં પણ આંશિક સુધારો કરાશે

ભેસ્તાનના સરસ્વતી આવાસના 22 બિલ્ડિંગ 5 વર્ષમાં જ એ હદે જર્જરીત થયા કે હવે તે રહેવા લાયક નથી ત્યાર કોર્ટ દ્વારા આગામી 5 વર્ષ દરમ્યાન આવાસનું રિ-ડેવલપમેન્ટ કરવા સુચના અપાઇ છે. જોકે સરસ્વતી આવાસનું પુનઃવસન કરવા સુરત પાલિકાના સ્લમ અપગ્રેડેશન સેલ દ્વારા 3 વખત ટેન્ડરીંગ જાહેર કરાયાં બાદ પણ હજુ સુધી એક પણ ઇજારદાર આ જગ્યા પર પ્રોજેક્ટ માટે સામે આવ્યાં નથી. નાછુટકે પાલિકાને આ પ્રોજેક્ટને સમય મર્યાદામાં પૂર્ણ કરવા બે પાર્ટમાં ટેન્ડરીંગ કરવાની ફરજ પડી છે.

શનિવારે સ્લમ ઇમ્પ્રુવમેન્ટ સમિતિની બેઠકમાં આ પ્રોજેક્ટ ઝડપથી શરૂ કરવા સુચના આપી હતી. સ્લમ ઇમ્પ્રુવમેન્ટ સમિતિના અધ્યક્ષ દિનેશ પુરોહિતે કહ્યું કે, કમિટીની બેઠકમાં વિવિધ વિકાસ કામો પર ચર્ચા કરાઇ હતી. જેમાં ભેસ્તાન સરસ્વતી આવાસ રિ-ડેવલપમેન્ટ મુદ્દે પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરાઇ હતી. આ અંગે સ્લમ અપગ્રેડેશન સેલના વડા જતીન દેસાઇએ કહ્યું કે, રિ-ડેવલપમેન્ટ માટે ટેન્ડર જાહેર કરાયાના 3 પ્રયાસ છતાં ટેન્ડરર મળ્યા નથી. જેથી આ ટેન્ડરને બે પાર્ટમાં અને પે-મેન્ટની શરતમાં આંશિક સુધારા કરી ફરી ટેન્ડરીંગ કરાશે.

અન્ય સમાચારો પણ છે...