આગામી તહેવારોને લઈ રેલવે દ્વારા વધુ 10 સ્પેશ્યલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી. બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન હવે રોજે રોજ દોડાવવામાં આવશે. આ ઉપરાંત બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન ( સાપ્તાહિક) 20મીથી દોડાવવામાં આવશે. આ જ રીતે મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર સ્પેશિયલ ટ્રેન (ડેઇલી) 18મીથી દોડાવવામાં આવશે. મુંબઈ સેન્ટ્રલ-હિસાર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (દ્વિ-સાપ્તાહિક) આગામી 17મીથી દોડાવવામાં આવશે. ભાવનગર ટર્મિનસ-ઓખા સ્પેશિયલ ટ્રેન (ડેઇલી) 19મીથી દોડાવવામાં આવશે.
વલસાડ-જોધપુર વિશેષ ટ્રેન 17મીથી દોડાવવામાં આવશે.ઇન્દોર-નાગપુર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન 22મીથી દોડાવવામાં આવશે. ડો.આંબેડકર નગર-નાગપુર સ્પેશિયલ ટ્રેન 17મીથી દોડાવવામાં આવશે. ઇન્દોર-બિકાનેર મહામના સ્પેશિયલ ટ્રેન 21મી ઓગસ્ટથી દોડાવવામાં આવશે. ડો.આંબેડકર નગર-ભોપાલ વિશેષ ટ્રેન 19મીથી દોડાવવામાં આવશે અને દાહોદ-ભોપાલ સ્પેશિયલ ટ્રેન 19મીથી દોડાવવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.