કોરોના સુરત LIVE:દસ દિવસ બાદ વધુ બે કેસ નોંધાયા, આજે મેગા વેક્સિનેશન કેમ્પ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોના સંક્રમણ હળવું થતાં તબીબોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
કોરોના સંક્રમણ હળવું થતાં તબીબોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.(ફાઈલ તસવીર)
  • અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં કુલ 205028 કેસ નોંધાયા

સુરત શહેર જિલ્લામાં છેલ્લા દસ દિવસ બાદ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 73 દિવસથી એક પણ દર્દીનું મોત થયું નથી. હાલ સુરત શહેરમાં 6 અને જિલ્લામાં 2 એક્ટિવ કેસ મળીને કુલ 8 એક્ટિવ કેસ છે. વિતેલા 24 કલાકમાં એક દર્દીને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યો છે. ધીમે ધીમે સંક્રમણને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ટેસ્ટિંગ અને રસીકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. મેગા વેક્સિનેશન કેમ્પનું પણ પાલિકા દ્વારા આજે આયોજન કરવામાં આવ્યું છે. જેથી રસીકરણમાં બાકી રહેલા લોકોને વેક્સિન મળી રહે.

બે લાખથી વધુ કોરોનાથી સ્વસ્થ થયા
સુરત શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 205028 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. કુલ 2240 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 2 લાખથી વધુ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. હાલ શહેર જિલ્લામાં 8 એક્ટિવ કેસ છે. ડિસ્ચાર્જનો આંકડો 2 લાખને પાર કોરોના કેસ ઘટવાની સાથે સાથે કોરોનામુક્ત થતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્રણેય લહેરમાં કોરોનાગ્રસ્ત થયેલા લોકોમાંથી 202782 લોકોએ કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે. જેમાંથી જિલ્લાના 42266 લોકોનો સમાવેશ થાય છે.

પોઝિટિવિટી રેટ ઘટ્યો
હાલમાં કોવિડ પોઝિટિવિટી રેટ માત્ર 0.01 ટકા જ છે. જાન્યુઆરીમાં કોરોનાના કેસ પીક પર હતા ત્યારે પોઝિટિવિટી રેટ 15 ટકા પહોંચી ગયો હતો. છેલ્લા દિવસોમાં પોઝિટિવિટી રેટ ઘટીને 0.01 ટકા થઇ ગયો છે. ત્રીજી લહેરમાં કોરોના પીક પર હતો ત્યારે રોજ 3 હજારથી વધુ કેસો સામે આવી રહ્યા હતા. છેલ્લા ઘણા દિવસથી કેસ સિંગલ ડિઝિટમાં નોંધાઇ રહ્યા હતા.

આજે મેગા વેક્સિનેશન કેમ્પ
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં કોવીડ-19 રસીકરણ અભિયાન અંતર્ગત 90%થી વધુ લાભાર્થીઓને રસીના બીજા ડોઝ અને 1,51,256 લાભાર્થીઓને પ્રિકોશન ડોઝથી રક્ષિત કરવામા આવેલ છે. તેમ છતા હજુ પણ 4.5 લાખથી વધુ લાભાર્થીઓ રસીનો બીજો ડોઝ લેવાના બાકી હોય, શહેરીજનોનુ સંપુર્ણ રસીકરણ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી 12થી 14 વર્ષ, 15થી 17વર્ષ અને 60વર્ષથી વધુ વયજુથના લાભાર્થીઓના બીજા અને પ્રિકોશન ડોઝના રસીકરણ માટે આજે તા.22/05/2022 રવિવારના રોજ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેના રસીકરણ કેન્દ્રો ની યાદી. 18થી 59 વયજુથના લાભાર્થીઓ સરકારની ગાઈડ લાઈન મુજબ પ્રાઈવેટ રસીકરણ કેન્દ્રો પર બીજો ડોઝ લીધાના 9 મહિના પૂર્ણ થયેથી કોવિડ રસીનો પ્રિકોશન ડોઝ આશરે રૂપિયા 386.25 ચાર્જ ચૂકવીને મેળવી શકશે.