વિચિત્ર અકસ્માત:કિમ ચોકડી નજીક બાઈક સાથે ટક્કર થયા બાદ ટેમ્પો પલટી ગયો,મામા-મામી સાથે મુસાફરી કરતી 5 વર્ષની બાળકીનું મોત

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાંચ વર્ષની બાળકીને તબીબોએ મૃત જાહેર કરી હતી.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
પાંચ વર્ષની બાળકીને તબીબોએ મૃત જાહેર કરી હતી.(ફાઈલ તસવીર)
  • મામા-મામી અને આરતી ટેમ્પો નીચે દબાઈ ગયા હતા

કિમ ચોકડી નજીક એક વિચિત્ર અકસ્માતમાં 5 વર્ષની માસુમ બાળકીએ જીવ ગૂમાવ્યો હતો. મામા-મામી સાથે ટેમ્પોમાં બેસી સંબંધીને ત્યાં જવા નીકળેલા પરિવારનો ટેમ્પો બાઇકની ટક્કરે પલ્ટી ખાઈ ગયો હતો. જેમાં આરતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ત્રણેયને સારવાર માટે સિવિલ લઈ આવતા માસૂમ આરતીને તબીબોએ મૃત જાહેર કરી હતી.

ટેમ્પો પલટતા દબાઈ ગઈ
આકાશીબેન જયદીપ ધુમડીયા (મૃત દીકરીની મામી) એ જણાવ્યું હતું કે, હું મારા પતિ સાથે નરેશભાઇ ધરણિયાને ત્યાં ગયા હતા. જ્યાંથી લસકાણા રહેતી બહેનને ત્યાં જવાના હતા. બસ આ સાંભળી દીકરી આરતી સાથે આવવાની જીદ પકડી લેતા એને લઈ નીકળ્યા હતા. ટેમ્પો કિમ ચોકડી પાસે આવતા જ એક બાઇક ચાલકની ટક્કરે પલ્ટી મારી ગયો હતો. જયદીપ એક બાજુ અને બીજી બાજુ હું અને આરતી પટકાયા હતા. આરતી ટેમ્પા નીચે દબાઈ ગઈ હતી. લોકોની મદદથી ત્રણેયને બહાર કાઢી 108ની મદદથી સારવાર સુરત લઈ આવતા આરતીને મૃત જાહેર કરી હતી.

એકની એક દીકરીનું મોત
આરતી પરિવારની એકની એક દીકરી હતી. તેણીને એક મોટો ભાઈ છે. પિતા મજૂરી કામ કરે છે. અકસ્માત બાદ લોકો ભેગા થઈ ગયાં હતાં.લોકોએ જ 108 ને ફોન કર્યો હતો. આરતીને મુઢમાર વાગ્યો હતો. મામા-મામી બન્નેને પણ સામાન્ય ઇજા થઇ હતી. જયદીપ ટેમ્પો ચલાક છે. આરતીના પિતા મજૂરી કામ કરે છે. હાલ સમગ્ર અકસ્માત અંગે પોલીસ
તપાસ કરી રહી છે.