તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Tempo Driver Rammed Into The BRTS Route, A Reckless Driver Lost Control Of The Steering Wheel And Climbed Onto A Tempo Divider In Kapodra At Surat

અકસ્માત:સુરતના કાપોદ્રામાં ટેમ્પો ચાલક BRTS રૂટમાં ઘૂસ્યો, ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો ડિવાઇડર પર ચડી ગયો

સુરત3 મહિનો પહેલા
દૂધના ટેમ્પોના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ડિવાઈડર ચડી જતા અકસ્માત થયો
  • બપોરના સમયે લોકો અને વાહનોની અવરજવર ઓછી હોવાથી જાનહાનિ ટળી ગઇ

સુરતના કાપોદ્રા વિસ્તારમાં BRTS રૂટમાં પુરપાટ જઇ રહેલા દૂધના ટેમ્પોના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ડિવાઈડર ચડી જતા અકસ્માત થયો હતો. દૂધનો ટેમ્પો હંકારી ડ્રાઈવર એટલી પુરપાટ ઝડપે હતો કે, એક ડિવાડકર છોડીને બીજા ડિવાઇડર ઉપર ચઢી ગયો હતો. અકસ્માત કરીને ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

લોકો અને વાહનોની અવરજવર ઓછી હોવાથી જાનહાનિ ટળી
સદનસીબે બપોરના સમયે અકસ્માત થયો હોવાથી કોઇ રાહદારી કે વાહનોની અવરજવર પણ નહોતી. જેથી જાનહાનિ ટળી ગઇ હતી. હાલ સુરત શહેરમાં અઘોષિત લોકડાઉન જેવી સ્થિતિ છે, ત્યારે લોકો પણ ખૂબ ઓછી સંખ્યામાં અવરજવર માટે બહાર નીકળી રહ્યા છે અને રસ્તાઓ ખાલી જોવા મળી રહ્યા છે, છતાં પણ ટેમ્પોચાલક બેફામ રીતે BRTS રૂટમાં કેમ ગાડી દોડાવી રહ્યો હતો તે સમજની બહાર છે.

રાહદારી કે વાહનોની અવરજવર પણ નહોતી. જેથી જાનહાનિ ટળી ગઇ હતી
રાહદારી કે વાહનોની અવરજવર પણ નહોતી. જેથી જાનહાનિ ટળી ગઇ હતી

પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
કાપોદ્રા વિસ્તારમાં ડ્રાઇવરે ગફલતભરી રીતે દૂધનો ટેમ્પો ટેમ્પો હંકારતા મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઇ હતી. જે રીતે ટેમ્પો ડિવાઇડર ઉપર ચડી ગયો છે, તે જોતા કલ્પના કરી શકાય છે કે, જો અન્ય રસ્તા તરફ વળી ગયો હોત તો રાહદારીને કે વાહનચાલકને ટક્કર મારી હોત. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કાપોદ્રામાં ટેમ્પો ચાલક BRTS રૂટમાં ઘૂસી ગયો હતો
કાપોદ્રામાં ટેમ્પો ચાલક BRTS રૂટમાં ઘૂસી ગયો હતો
બેફામ રીતે હંકારતા ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો ડિવાઇડર પર ચડી ગયો
બેફામ રીતે હંકારતા ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો ડિવાઇડર પર ચડી ગયો
અન્ય સમાચારો પણ છે...