• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Temperature Above 50 Degrees Was Recorded Around The Burning Of Gas From The Chimney To Control The Fire Of ONGC Terminal Gas Fire

દુર્ઘટના:સુરત ONGCના ટર્મિનલની આગને કાબૂમાં લેવા માટે ચીમનીમાંથી ગેસ સળગાવાતા આસપાસમાં 50 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું

સુરતએક વર્ષ પહેલા
ONGCમાં રાત્રિના સમયે લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે ચીમનીમાંથી ગેસ બાળવામાં આવ્યો હતો.(તસવીરમાં ટર્મિનલમાં લાગેલી આગ અને ચીમનીમાંથી સળગતો ગેસ બન્ને કેદ થયા છે.) - Divya Bhaskar
ONGCમાં રાત્રિના સમયે લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે ચીમનીમાંથી ગેસ બાળવામાં આવ્યો હતો.(તસવીરમાં ટર્મિનલમાં લાગેલી આગ અને ચીમનીમાંથી સળગતો ગેસ બન્ને કેદ થયા છે.)
  • ચીમનીમાંથી આગની જ્વાળાઓ 20 ફૂટથી વધુ ઊંચે સુધી ગઈ

હજીરા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી ONGC કંપનીના ગેસ ટર્મિનલમાં રાત્રિના 3 વાગ્યા આસપાસ પ્રચંડ આગ ભભૂકી ઉઠી હતી. બ્લાસ્ટ થયા બાદ આગની જ્વાળાએ જોર પકડ્યું હતું. મુંબઈથી આવતી ગેસ લાઈનમાં આગ લાગી ગઈ હોવાથી આગ પર કાબૂ મેળવવા માટે દોડધામ મચી ગઈ હતી. જો કે, કંપની દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે ઉભરાટ પાસેનો વાલ્વ બંધ કરી દીધો હોવાનું અને ચીમનીમાંથી ગેસ સળગાવવાનું શરૂ કરાયાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ચીમનીમાંથી ગેસ સળગાવવામાં આવતાં આસપાસના વિસ્તારમાં 50 ડિગ્રી જેટલું તાપમાન વધી ગયું હતું.

સામાન્ય રીતે બે ફૂટ દૂર ઉઠતી જવાળા દુર્ઘટના બાદ 20 ફૂટથી પણ વધારે ઉંચે ઉઠિ હતી.
સામાન્ય રીતે બે ફૂટ દૂર ઉઠતી જવાળા દુર્ઘટના બાદ 20 ફૂટથી પણ વધારે ઉંચે ઉઠિ હતી.

દુર્ઘટના સ્થળથી 3 કિમી દૂર ચીમનીમાં ગેસ સળગાવાયો
ONGC કંપનીના પ્રવેશ દ્વાર નજીક ગેસ સળગાવવા માટેની ચીમની આવેલી છે. જેમાં સતત ગેસ સળગતો હોય છે. સામાન્ય દિવસોમાં ચીમનીમાંથી અડધાથી બે ફૂટ સુધીની આગની જ્વાળા જોવા મળતી હોય છે. જો કે, આજે ટર્મિનલમાં આગ લાગી હોવાથી પાઈપમાં રહેલા ગેસને સળગાવવા માટે તેની દિશા ચીમની તરફ વાળી દેવામાં આવી હતી. દુર્ઘટના સ્થળથી 3 કિમી દૂર ચીમનીમાંથી ગેસ સળગાવવામાં આવ્યો હતો.

કંપનીના ગેટ નજીક આવેલી ચીમનીમાંથી ગેસ સળગાવવામાં આવતાં આસપાસમાં તાપમાન 50 ડિગ્રીથી વધુ વધી ગયું હતું.
કંપનીના ગેટ નજીક આવેલી ચીમનીમાંથી ગેસ સળગાવવામાં આવતાં આસપાસમાં તાપમાન 50 ડિગ્રીથી વધુ વધી ગયું હતું.

ચીમનીમાંથી 20 ફૂટથી વધુ આગની જ્વાળા ઉપર ઉઠિ
મુખ્ય ગેસ લાઈનના ગેસ પ્રવાહને ચીમની તરફ વાળી દેવામાં આવ્યો હતો. જેથી ચીમનીમાંથી 20 ફૂટથી ઉંચી ગેસની જ્વાળાઓ ઉપર ઉઠિ હતી. જેથી આસપાસનું નોર્મલ તાપમાન 20થી 25 ડિગ્રીની જગ્યાએ વધીને 50 ડિગ્રીથી વધુ થઈ ગયું હતું. ONGCની સામે આવેલી ગૈલ કંપનીના ગેટ પર પણ લોકો સામું મો રાખીને ઉભા ન રહી શકે તેટલું તાપમાન વધી ગયું હતું. જેથી દુર્ઘટના સ્થળ અને કંપનીના પ્લાન્ટમાં કેટલું તાપમાન વધ્યું હશે તે અનુમાન લગાવી શકાય છે.

ચીમનીના ધુમાડા દૂરથી દેખાતા હતા
ચીમનીની જ્વાળાઓ ઊંચે ઉઠતા તેના ધૂમાડા દૂર દૂર સુધી જોઈ શકાતા હતાં. હજીરા હાઈ વે પરથી નીકળતા વાહનચાલકો કહી રહ્યા હતાં કે દૂરથી જ અમને કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોય તેવું લાગતું હતું. ધુમાડા ઘણા દૂર કિલોમીટર સુધી જોઈ શકાતા હતાં. કાળા ડિબાંગ ધૂમાડાએ હજીરા વિસ્તારમાં ડરનો માહોલ પેદા કર્યો હતો.