હવામાન:તાપમાન 40.3 ડિગ્રી, બપોર બાદ દરિયાઇ પવનથી રાહત, આગામી 5 દિવસમાં પારો ગગડવાની વકી

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક

પૂર્વ ભારતમાં ઓરિસ્સામાં વાવાઝોડાની અસર બાદ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જોકે, દેશના મોટાભાગના વિસ્તારોમાં પારો વધતાં લોકો સેકાયા હતાં. મંગળવારે દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં મેક્સિમમ તાપમાન 40.3 ડીગ્રી સે. નોંધાયું હતું. દિવસ દરમ્યાન ભારે બફારા બાદ બપોર પછી દરિયાઇ દિશાથી પવનની ઝડપ વધતા આંશિક રાહત થઇ હતી. દરિયાઇ પવનના લીધે આગામી દિવસોમાં તાપમાન ગગડશે તેવી પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા સેવાઇ હતી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારે શહેરનું મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી રહેવા સાથે નોર્થ-વેસ્ટથી 7 કિમીની ઝડપે ગરમ પવન ફૂંકાયા હતા. ભારે ઉકળાટ બાદ સમી સાંજે દરિયાઇ પવન શરૂ થતાં થોડી રાહત મળી હતી. આગામી 5 દિવસમાં પારો 6થી 8 ડિગ્રી ઘટી શકે છે. આ સાથે જ રાત્રીનો પારો 29 ડિગ્રી પાર થતાં બફારાની સ્થિતિ વચ્ચે આકાશ વાદળછાયું રહેવાની પણ સંભાવના વ્યક્ત કરાઇ છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની સંભાવના નકારી હવામાં ભેજનું પ્રમાણ વધશે તેમ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...