તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આપ પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ કહ્યું કે, સુરત મનપામાં 732 કરોડથી વધુની મિલકત વેરા બાકી છે. આરટીઆઇમાં મળેલી માહિતીને ટાંકતા જણાવ્યું કે, રિલાયન્સ ટાવર અને બીએસએનએલ પાસે 24મી ડિસેમ્બર સુધી 48.94 કરોડ બાકી છે. ખાનગી ટેલિકોમ કંપની અને મોબાઇલ ટાવરના વેરા સહિત 97.91 કરોડથી વધુ બાકી હોવા છતાં માત્ર નોટિસ અપાય છે. તેમણે આરોપ લગાવ્યો કે સામાન્ય મિલકતદારના વેરા બાકી હોય ત્યારે મકાન સીલ મારવાથી કે કનેક્શન કાપવા દોડી જતી પાલિકા હજુ સુધી કેમ આ રકમ અંગે કાનુની કાર્યવાહી કરતી નથી. બાકી વેરાનો આંકડો 732 કરોડ ને આંબી ગયો છે. પાલિકાએ રકમની વસુલાતને બદલે 200 કરોડ લોન લીધી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
આપના આરોપ સામે પાલિકાએ કહ્યું કે, દર વર્ષે વેરાબીલ મુજબ વસુલાત થાય છે.ચાલુ વર્ષે 1501 કરોડના બિલ મિલ્કતદારોને અપાયા છે. 865 કરોડની રિકવરી થઈ છે. બાકી વસુલાત માટે નોટિસ-વોરંટ ઈસ્યુ કરાયા છે. મોબાઈલ ટાવરની રિકવરી માટે કોર્ટ કેસ ચાલી રહ્યો છે. ખાનગી કંપની તેમજ ઇન્ડસ્ટ્રીઝ સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.