તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાય રે મજબૂરી!:સુરતમાં કોરોનાને લીધે માતા-પિતા ગુમાવનારાં ટીનેજરો કામ શોધવા લાગ્યા, એકે તો ઓનલાઇન ધંધો શરૂ કર્યો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મિનીબજાર લોકસમર્પણ બ્લડ બેન્કમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના કાર્યક્રમમાં 150 પરિવારોને સહાય અર્પણ કરાઈ હતી. - Divya Bhaskar
મિનીબજાર લોકસમર્પણ બ્લડ બેન્કમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના કાર્યક્રમમાં 150 પરિવારોને સહાય અર્પણ કરાઈ હતી.
  • 150 પરિવારોને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની સહાય, હજુ 1000 વિધવાને મદદ કરશે
  • 25 વર્ષની યુવતી પર 3 ભાઇ-બહેનને ભણાવવાની જવાબદારી, 11 લાખનો ખર્ચ કર્યો છતાં પિતા ગુમાવ્યા

કોરોનામાં માતા-પિતાનો આશરો ગુમાવનાર ટીનેજરો ઘરને આર્થિંક રીતે પગભર કરવા કામ શોધી રહ્યા છે. જેમાં એક ટીનએજરે ઓનલાઈન ધંધો શરૂ કરી દીધો છે. આવા સમયે લોકસમર્પણ બ્લડ બેન્કમાં યોજાયેલા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના કાર્યક્રમમાં 150 પરિવારોને રૂ. 8 લાખની મદદ કરવામાં આવી હતી. હજુ 1000 વિધવાઓને સહાય અપાશે. અમેરિકાથી કુલ 20 હજાર ડોલરની સહાય મળી હતી. જેમાંથી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજી ભાલાળાના હસ્તે કુલ 8 લાખની સહાય અર્પણ કરી હતી. જેમાં અતિ જરૂરિયાતમંદ 10 પરિવારને 10 હજારનો ચેક અને 140 પરિવારને 5-5 હજાર બેન્કમાં જમા કરાવ્યાં હતાં.

ઘર ચલાવવા બે જગ્યાએ નોકરી માટે અરજી આપી
ખાંભાના પચપચિયા ગામના વતની ઝરણા પ્રવિણભાઇ રાદડિયાની ઉંમર 25 વર્ષ છે. કોરોનામાં 10 દિવસમાં માતા-પિતા ગુમાવ્યા. ઝરણાને બે ભાઈ અને એક બહેન છે. બંનેનું કોરોનામાં અવસાન થતાં પરિવારની જવાબદારી આવી ગઈ છે. પોતે ધો. 8 સુધી અભ્યાસ કર્યો છે. 21 વર્ષની બહેન છે અને બીજા 17 અને 15 વર્ષના ભાઈ અભ્યાસ કરી રહ્યા છે. ઝરણા કહે છે કે, ‘હવે ઘરની જવાબદારી મારા પર આવી ગઈ છે. હાલ લેસ પટ્ટીનું કામ આવતુ નથી. એટલે નોકરી માટે 2 જગ્યાએ એપ્લાય કર્યું છે. પરંતુ ભણવું કેટલું જરૂરી છે એ સમજાયું એટલે બંને ભાઈઓને ભણાવીશ.

17 વર્ષની ક્રિષ્ણા કહે છે, ‘કમાઇને પણ નાની બહેનને ભણાવીશ’
ગઢડાના ઝિંઝાવદર ગામના વતની મહેશભાઈ બારૈયા અને તેમનાં પત્નીનું કોરોનામાં અવસાન થયું છે. 17 વર્ષની ક્રિષ્ના ધો. 10 સુધી ભણેલી છે. નાની બહેન ધો. 4માં અભ્યાસ કરે છે. તેણે કહ્યું કે, મારે હજી નાની બહેનને પણ ભણાવવાની છે. એટલે ઘરે રહીને કમાઇને મારી બહેનને ભણાવીશ.

માતા -પિતાના નિધનથી કુટુંબની જવાબદારી 16 વર્ષના સ્મિત પર આવી
પાલિતાણાના ખાખરિયાના સ્મિત નારોલાની ઉંમર 16 વર્ષની છે.15 દિવસમાં માતા-પિતાનું નિધન થવાથી દાદા-દાદી અને બહેનની જવાબદારી આવી છે. સ્મિતે જણાવ્યું હતું કે, ‘સારવાર માટે 7 લાખ ખર્ચ્યા પણ માતા-પિતાને બચાવી શક્યો નથી. હું 11 કોમર્સમાં અભ્યાસ સાથે ઘર ચલાવવા ઓનલાઈનનો બિઝનેસ શરૂ કર્યો છે.

‘અભ્યાસ સાથે કામ કરી બહેનને ભણાવીશ’
જુનાગઢ પાસે આવેલા પતરાપસર ગામના વતની પ્રિન્સની ઉંમર 19 વર્ષ છે. માતાને કોરોના થતાં સારવાર માટે 8 લાખનો ખર્ચ કર્યો હતો પરંતુ તેમને બચાવી શક્યા ન હતાં. તેમના પિતાનું થોડાં વર્ષો પહેલાં જ અવસાન થયું હતું. માતા શિલ્પાબેન ઘરે હેન્ડવર્કની મજૂરી કરીને ઘર ચલાવી રહ્યા હતાં. પરંતુ હવે પ્રિન્સ પર બહેન અને દાદીની જવાબદારી આવી પડી છે. પ્રિન્સ કહે છે કે, ‘દાદીને બીપીની બિમારી છે. નાની બહેન 11માં ધોરણમાં અભ્યાસ કરે છે. હવે બંનેની જવાબદારી આવી છે એટલે હું હવે અભ્યાસની સાથે કામ કરીશ અને બહેનને ભણાવીશ.