તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ:નીતિ આયોગની ટીમે પૂછ્યું, ‘રિવરફ્રંટ નિભાવશો કેવી રીતે?’, મ્યુનિ. કમિશનરે જવાબ આપ્યો કે, ‘યુઝર ચાર્જિસ લગાવીશું’

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત મહાનગર પાલિકાની ફાઇલ તસવીર - Divya Bhaskar
સુરત મહાનગર પાલિકાની ફાઇલ તસવીર
  • ભાઠાથી કોઝવે વચ્ચે રિવરફ્રન્ટ બનાવવા કેન્દ્રના ઇકોનોમિક અફેર્સ સમક્ષ પ્રેઝન્ટેશન
  • હવે મંજૂરી મળશે તો DPR તૈયાર કરાશે, વર્લ્ડ બેંક પાસેથી લોન લેવાશે

સુરત માટે મહત્વકાંક્ષી ગણાતા તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટને કેન્દ્ર સરકારના નીતિ આયોગે લીલીઝંડી આપ્યા બાદ શુક્રવારે કેન્દ્રના ઇકોનોમીક અફેર્સ ડિપાર્ટમેન્ટ સંલગ્ન વિવિધ વિભાગો સમક્ષ વિડીયો કોન્ફરન્સથી મહાપાલિકાએ સમગ્ર પ્રોજેકેટનું પ્રેઝન્ટેશન કર્યું હતું.

આ અંગે મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, પ્રથમ ફેઝમાં 1991 કરોડના ખર્ચે ભાઠાથી સિંગણપોર વિયર કમ કોઝવે વચ્ચેના 10 કિ.મીના પટ્ટામાં રિવરફ્રન્ટ બનાવાશે. આ પ્રોજેકટ અંતર્ગત રૂંઢ-ભાઠા પર સાકાર થનારા કન્વેશનલ બરાજનું મોડલ ગેરીને મોકલવામાં આવ્યું છે. આજે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના સંબંધિત વિભાગો સાથે આ પ્રોજેકટનું પ્રેઝન્ટેશન કરાયું છે. આગામી દિવસમાં કેન્દ્ર સરકારમાંથી સુચના આવ્યા બાદ પ્રોજેકટનો ડીપીઆર તૈયાર કરાશે. ત્યાર બાદ કેન્દ્ર સરકારને મોકલાશે.

બાદમાં કેન્દ્ર સરકાર પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંક પાસેથી લોનની પ્રક્રિયા હાથ ધરશે. સમગ્ર પ્રોજેકટમાં 70 ટકા રકમ કેન્દ્ર, 15 ટકા રાજ્ય સરકાર અને 15 ટકા સુરત મહાપાલિકા ખર્ચ કરશે. આમ, સુરતીઓને આ રિવર ફ્રન્ટની મજા માણવા માટે થોડાઘણા પણ ગજવા હળવા કરવા પડશે. અલબત્ત ફી કેટલી હશે તે બાબતે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

થાઇ પ્રતિનિધિ મંડળે પાલિકાની કોવિડ કામગીરી વખાણી
પાલિકામાં થાઇ કોન્સ્યુલેટ થનાવત સિરીકુલની અધ્યક્ષતામાં થાઇલેન્ડના પ્રતિનિધિ મંડળે સ્મેક સેન્ટરમાં જઈ પાલિકાની અદ્યતન સેવા, શહેરીજનોની ફરિયાદથી લઇ વિવિધ વિભાગોની ઇન્ટરનલ કનેકિટીવીટીને લગતી તમામ બાબતો નિહાળી હતી. ત્યારબાદ જુના સ્ટેન્ડીંગ કમિટી રૂમમાં મ્યુ.કમિશનર બંછાનિધી સાથે બેઠક કરી હતી. જેમાં શહેરના વિવિધ વિકાસ કાર્યોનું પ્રેઝન્ટેશન દર્શાવાયું હતું. ખાસ કરીને કોવિડ 19માં પાલિકાએ કરેલી કામગીરી જોઇ થાઇ પ્રતિનિધિ મંડળ પ્રભાવિત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...