તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીની તૈયારી:સુરતમાં BJPની નિરીક્ષકોની ટીમ પહોંચી, ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા શરુ, ઋત્વિજ પટેલનો 120 બેઠક જીતવાનો આશાવાદ વ્યક્ત

સુરત23 દિવસ પહેલા
21 નિરીક્ષકો દ્વારા ઉમેદવારોને સાંભળવામાં આવી રહ્યા છે. - Divya Bhaskar
21 નિરીક્ષકો દ્વારા ઉમેદવારોને સાંભળવામાં આવી રહ્યા છે.
  • અલગ અલગ 7 સ્થળો પર 21 નિરીક્ષકોએ ઉમેદવારોને સાંભળ્યા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઈ છે. ત્યારે સુરતમાં બીજેપી નિરીક્ષકો આવી પહોંચ્યા હતા અને ઉમેદવારોના સેન્સ લેવામાં આવ્યા હતા. સુરતના અલગ અલગ 7 સ્થળો પર 21 નિરીક્ષકોએ ઉમેદવારોને સાંભળ્યા હતા. નિરક્ષક તરીકે ઉમેદવારોને સાંભળવા આવેલા ઋત્વિજ પટેલે 120 બેઠક જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા.
મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા.

ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા શરુ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. અગામી 21 ફેબ્રુઆરીના મહાનગરપાલિકાની ચૂંટણી થનાર છે. ત્યારે સુરતમાં ભાજપ નિરીક્ષકોની ટીમ આવી પહોંચી હતી અને ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી હતી. સુરતમાં 30 વોર્ડની 120 બેઠકો પર મતદાન થવાનું છે. ત્યારે સુરતના ભાજપમાં નિરીક્ષકોએ ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે.

ભાજપમાં 2700 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે.
ભાજપમાં 2700 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે.

ભાજપમાં 2700 ફોર્મ વિતરણ થઇ ચૂક્યા છે
સુરતમાં 7 અલગ અલગ સ્થળોએ 21 નિરીક્ષકો દ્વારા ઉમેદવારોને સાંભળવામાં આવી રહ્યા છે. સુત્રો મુજબ ભાજપમાં 2700 ફોર્મ વિતરણ થઇ ચૂક્યા છે. આ ઉપરાંત ભાજપ પ્રદેશ અધ્ય્ક્ષ સી.આર.પાટીલ દ્વારા 55 વર્ષથી ઉપરના લોકોને ટીકીટ ન માંગવા માટે ટકોર કરી દેવામાં આવી છે. ત્યારે આ વખતે યુવાઓને મોકો મળે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. આ વખતે કોને કોને ટીકીટ મળે છે તે જોવું રહ્યું છે.

નિરક્ષકો પણ માસ્ક વિના જોવા મળ્યા.
નિરક્ષકો પણ માસ્ક વિના જોવા મળ્યા.

ભાજપ સર્વ શ્રેષ્ઠ ઉમેદવારોને મેદાનમાં ઉતારશે
નિરક્ષક તરીકે ઉમેદવારોને સાંભળવા આવેલા ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે જે પ્રમાણે કેન્દ્ર અને રાજ્ય સરકારે કરેલા કામોના આધારે ગુજરાતની આ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપનો વિજય થશે. આ ઉપરાંત સુરતમાં પણ તમામ 120 બેઠકો જીતવાનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપ સર્વ શ્રેષ્ઠ ઉમેદવારોને મેદાનમાં ઉતારશે.

ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયામાં સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું
નિરક્ષક તરીકે ઉમેદવારોને સાંભળવા અલગ અલગ 7 સ્થળો પર 21 નિરીક્ષકો હાજર રહ્યા છે. તમામ સ્થળે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા છે. જેના લીધે સોશિયલ ડિસન્ટ્સ ભૂલાયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે કેટલાકે માસ્ક પણ ન પહેર્યા હોવાનું નજરે આવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો