તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણનો પાઠ:શિક્ષકો છાત્રોને રસીકરણનો ઓનલાઇન પાઠ ભણાવશે

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડીઇઓએ આચાર્યોને પત્ર લખ્યો

હવે શિક્ષકો કોરોનાની રસીનો પાઠ વિદ્યાર્થીઓની સાથે વાલીઓને ઓનલાઇન ભણાવશે. ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધારો નોંધાય રહ્યો છે. જેથી વધતા કેસોને અટકાવવા માટે સુરત મહાનગરપાલિકા કોરોનાની રસી આપવા માટેના કાર્યક્રમો કરી રહી છે. તેવામાં જ આ કાર્યક્રમોમાં હવે વાલીઓ જોડાય તે માટે જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાના આચાર્યોને પત્ર લખ્યો છે. જેમાં લખાયું છે કે વિદ્યાર્થીઓને ઓનલાઇન એજ્યુકેશન આપતી સમયે કોરોનાની રસી મૂકાવવા માટેનો પ્રચાર-પ્રસાર કરવાનો રહેશે.

આ સાથે વાલીઓને કોરોનાની રસી મૂકાવવા પ્રોત્સાહિત કરવાના રહેશે. અહીં વાત એવી છે કે, કોરોનાની રસીને પગલે આજે પણ શહેરીજનોમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે અને તેઓ રસી મૂકવતા ડરી રહ્યા હોવાની વાત છે. એક માસ પહેલા જ વડપ્રધાને કોરોનાની રસી લીધા બાદ ઝડપથી કોરોનાની રસી લેવા અપીલ કરી હતી. જે પછી કોરોનાને માત આપવા માટે સૌથી મોટું રસી અભિયાન દેશમાં ચાલી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો