ઓશો ચેર અંતર્ગત સર્ટિફિકેટ કોર્સ:VNSGUમાં ઓશોની ફિલોસોફી પર શિક્ષકો તૈયાર કરાશે

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઓશો ચેર સર્ટિફિકેટ કોર્સની શરૂઆત કરવામાં આવી છે. કોઈપણ વિદ્યાર્થી સ્નાતક થયા પછી કોઈપણ વિદ્યા શાખામાં પ્રોફેસર બનવા માંગતા હોય ત્યારે ક્લાસ રૂમમાં જઈને કેવી રીતે વિદ્યાર્થીઓને ભણાવવા તે આવડત હોતી નથી તે મુદ્દાને કેન્દ્રમાં રાખીને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આચાર્ય ઓશો રજનીશના જીવન પર એક કોર્સની શરૂઆત કરાઈ છે.

3થી 4 મહિનાનો કોર્સ છે ઓશો રજનીશે વિદ્યાર્થીઓને ભણાવવા માટેની 100 જેટલી મેથડો બતાવી છે તે બધીજ મેથડો આ કોર્સમાં સામેલ કરાઈ છે. આ કોર્સમાં 3 પ્રકારે ભણાવાશે. જેમાં ક્લાસ રૂમ ટીચિંગ,હિસ્ટ્રી અને પ્રેક્ટીકલ ત્યાર પછી આંતરિક અને યુનિવર્સિટીકક્ષા બે પ્રકારે પરીક્ષા લેવાશે. યુનિવર્સિટીની પરીક્ષામાં આના 5 પોઇન્ટ મળે છે.

રજનીશની ફિલોસોફી સમજી સંશોધન કરી શકાશે
કોઈપણ ચેર અસ્થાય એટલે કે માત્ર પાંચ વર્ષ માટે જ હોય છે પરંતુ ઓશો ચેર પરમેનેન્ટ છે. આચાર્ય ઓશો રજનીશની ફિલોસોફી સમજી શકે તેના પર સંશોધન કરી શકે તે હેતુથી કોર્સ શરૂ કરાયો છે. પ્રથમ વર્ષ શરૂઆત હોવાથી પૂરો પ્રચાર પ્રસાર થયો નહીં હોવાને કારણે હાલ 15 વિદ્યાર્થીઓ નોંધાયા છે આવતા વર્ષથી ફુલ થઈ જશે. - ડો નરેશ શુક્લ, પ્રોફેસર.

અન્ય સમાચારો પણ છે...