તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોબાળો:શિક્ષકોના કાર્યક્રમમાં આપનો હોબાળો ‘પટાવાળાનું કામ શિક્ષકોને કરવું પડે છે’

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેયરે સન્માન સમારંભની શરૂઆત કરતાં જ આપના કોર્પોરેટર ધસી આવ્યા
  • બેનરો દર્શાવતા આપ-ભાજપ શિક્ષકો સામે તુ-તારી પર ઉતર્યા

રવિવારે શિક્ષક દિવસ નિમિત્તે રૂસ્તમપુરા કોમ્યુનિટી હોલમાં શિક્ષણ સમિતિના નિવૃત શિક્ષકોનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો. જેમાં મેયરના ઉદબોધન પૂર્વે જ આપના કાર્યકરોએ શિક્ષકોના હકમાં હોબાળો મચાવી દીધો હતો.

તેમણે કહ્યું હતું કે, શિક્ષકો પાસે પટાવાળા અને વોચમેનના કામો કરાવવામાં આવે છે, તેઓ મજૂર નથી. તેમને ભણાવવા દો. એમને એમના સપનાં પૂરા કરવા દો. જો કે, મામલો બિચકતાં પોલીસે સમિતિમાં ચૂંટાયેલા આપના સભ્ય રાકેશ હિરપરા સહિતના કાર્યકરોની ધરપકડ કરી હતી. એક કાર્યકરે ડેપ્યુટી મેયરને વાત કરવાનો વિવેક નથી એવું કહેતા બંને વચ્ચે ભારે રકઝક પણ થઈ હતી.

શિક્ષકોની ભરતી સહિતની માંગ સાથે સૂત્રોચ્ચાર

  • શિક્ષકોની અછત પૂરી કરાય.
  • શાળાઓને ક્લાર્ક, પટ્ટાવાળા, સફાઈકર્મીઓ, વોચમેન સહિતનો સ્ટાફ પૂરો પાડવામાં આવે
  • શિક્ષકો પાસે શિક્ષણ સિવાયનું કોઈ પણ કાર્ય કરાવવામાં ન આવે.
  • સરકારી કે રાજકીય કાર્યક્રમો માટે શાળાનું શૈક્ષણિક કાર્ય ક્યારેય સ્થગિત કરાવવામાં ન આવે.
અન્ય સમાચારો પણ છે...