સુરતના સમાચાર:શાળાઓમાં શિક્ષક દિવસની ઉજવણી, વિદ્યાર્થીઓએ ટીચરની અદામાં શિક્ષણ કાર્ય કર્યું, શિક્ષકોને સન્માનિત કરાયા

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓએ જ શિક્ષણકાર્ય શાળાઓમાં કરાવ્યું હતું. - Divya Bhaskar
વિદ્યાર્થીઓએ જ શિક્ષણકાર્ય શાળાઓમાં કરાવ્યું હતું.
  • રાંદેરની પ્રેસિડેન્સી સ્કૂલમાં પાંચ શિક્ષકોનો સન્માન કરવામાં આવ્યા

દેશભરમાં પાંચમી સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીની યાદગીરીમાં ઉજવાતા શિક્ષક દિવસે વિદ્યાર્થીઓએ શાળાઓમાં શિક્ષકની અદામાં શિક્ષણ કાર્ય કરાવ્યું હતું. તો રોજેરોજ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા શિક્ષકોના સન્માન પણ કરવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓ બન્યા શિક્ષક
સુરતની અલગ અલગ શાળાઓમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા હતા. વિદ્યાર્થીનીઓએ ટીચરની અદામાં સાડી પહેરી હતી. જ્યારે વિદ્યાર્થીઓ પણ શિક્ષકના ગણવેશમાં આવ્યા હતા અને તેમણે સ્કૂલના ટીચરની જેમ અભ્યાસ કરાવ્યો હતો. વિદ્યાર્થીઓએ કહ્યું કે, શિક્ષકનું કાર્ય જોઈએ તેટલું સરળ નથી. પરંતુ આજે જ્યારે અમે ખુદ શિક્ષક બનીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવ્યો ત્યારે અમને અમારા શિક્ષક પ્રત્યેના આદરમાં વધારો થયો છે.

શિક્ષકોના સન્માન થયા
સુરતની અલગ અલગ શાળાના નિવૃત્ત આચાર્ય અને શિક્ષકોના સન્માનનો કાર્યક્રમ રાંદેરની પ્રેસિડેન્સી સ્કૂલમાં થયો હતો. જેમાં પાંચ આચાર્યના સન્માન કરવામાં આવ્યા હતા. નિવૃત્તિ પછી સન્માન મળતા આચાર્ય અને શિક્ષકોએ હર્ષ અને ખુશી ની લાગણી વ્યક્ત કરી હતી. લસકાણા ખાતે આવેલી જે બી એન્ડ કાર્પ વિદ્યા સંકુલમાં જિલ્લા અને તાલુકા કક્ષાના 12 શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન કરવામાં આવ્યા હતા. જ્યારે સાત વિદ્યાર્થીઓને બહુમાનિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...