તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Teachers Complain That Many Students' Letters Have Deteriorated Due To Missing Out On Writing Practice From Online Education

ચિંતા:ઓનલાઇન એજ્યુકેશનથી લખવાની પ્રેક્ટિસ છૂટી જતાં ઘણા વિદ્યાર્થીઓના અક્ષર બગડ્યા હોવાની શિક્ષકોની ફરિયાદ

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
શહેરના એક સ્કૂલના ધો. 6 ના વિદ્યાર્થીના હેન્ડ રાઇટિંગમાં આવેલો તફાવત. - Divya Bhaskar
શહેરના એક સ્કૂલના ધો. 6 ના વિદ્યાર્થીના હેન્ડ રાઇટિંગમાં આવેલો તફાવત.
  • વાલીઓ બાળક ભણે છે તે જ જુએ છે, કેવું લખે છે, ક્યાં ભૂલો કરે છે તે જોતા નથી: શિક્ષકો
  • એક ફકરામાં જ આંગળી દુખવાની ફરિયાદ, ઘણા વિદ્યાર્થીઓ ઘરે સૂતા-સૂતા લખે છે

ધોરણ-6થી 8ની શાળાઓ શરૂ થઈ ગઈ છે. જોકે, ઓનલાઇન એજ્યુકેશન કારણે અનેક વિદ્યાર્થીઓના અક્ષર બગડી ગયા હોવાની શિક્ષકો ફરિયાદ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે નેટની સમય મર્યાદાને કારણે માત્ર ભણાવવામાં આવે છે. લેશન પણ પીડીએફથી મોકલાતું હતું. જેથી વિદ્યાર્થી શું લખી રહ્યો છે તેના પર ધ્યાન આપી શકાતું ન હતું.

વાલીઓ પણ કામકાજને કારણે વિદ્યાર્થી ભણી રહ્યો છે તેટલું જ જોતા હતા. કેવું લખી રહ્યો છે, ક્યાં ભૂલ કરી રહ્યો છે તે જોતા ન હોવાથી વિદ્યાર્થીઓના અક્ષર બગડ્યા છે. ઉપરાંત મોટાભાગના વિદ્યાર્થીઓ ઘરે સૂતા સૂતા લખતા હોવાથી પણ અક્ષર બગડ્યા છે. વિદ્યાર્થી એક ફકરો લખે કે તરત જ તેમની હાથની આંગળી દુખતી થઈ જાય છે.

સ્કૂલોમાં વ્યક્તિગત ધ્યાન આપી શકાય છે
શિક્ષક કિંજલ પટેલ અને રૂપલ પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ સૂતા સૂતા લખતા હોય છે. માતા પિતા અક્ષર અને જોડણીની ભૂલો સહિતની બાબતો પર ખાસ ધ્યાન આપતા નથી, જે સ્કૂલોમાં અપાય છે. ભૂલો પકડવા ઘણી વખત વિદ્યાર્થીઓ પાસે બોર્ડ પર પણ લખાવીએ છીએ.

વિદ્યાર્થીઓએ રોજ 2-3 પાનાં લખવા પડશે
હેન્ડ રાઇટિંગ એક્સપર્ટ જયપ્રકાશ સોલંકી કહે છે કે વિદ્યાર્થીઓએ રોજ 2-3 પાના લખવા પડશે. રિસર્ચ મુજબ, અક્ષર સારા હોય તેઓ મોટે ભાગે પહેલી, બીજી, અંગૂઠા વડે પેન પકડે છે. પેન પકડતી વખતે પહેલી આંગળીનો વળાંક બહારની તરફ રહેવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...