કોરોના ઇફેક્ટ:શિક્ષકો પ્રશ્નપત્ર ઘરે આપવા તૈયાર નથી, પરીક્ષા રદ કરો

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકોના સ્વાસ્થ્યને લઈ શાળા સંચાલક મંડળની રજૂઆત

કોરોનાની મહામારી પીક પર છે ત્યારે શિક્ષકો પાસે ઘરે ઘરે જઇને પ્રશ્નપત્ર પહોંચાડવાની કામગીરી જોખમી હોવાથી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ આ કામગીરી સોંપવા તૈયાર ન હોય પરીક્ષા રદ કરવાની માંગ સાથે શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી છે. 

વિદ્યાર્થીઓના ઘરે ઘરે જઈને પ્રશ્નપત્રો પહોંચાડવાનું કાર્ય જોખમી
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે ગાંધીનગર શિક્ષણ વિભાગમાં રજુઆત કરી કે, આગામી તા.29 અને 30 જુલાઇ દરમિયાન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની સામાયિક મૂલ્યાંકન  કસોટી તેમજ માધ્યમિક અને ઉ.મા. શાળાના વિદ્યાર્થીઓની કસોટીનું આયોજન કરાયું છે. પરંતુ હાલમાં કોવિડ-19નું સંક્રમણ પીક પર છે ત્યારે વિદ્યાર્થીઓના ઘરે ઘરે જઈને પ્રશ્નપત્રો પહોંચાડવાનું કાર્ય જોખમી છે. સ્વનિર્ભર શાળાના શિક્ષકોને આવી જોખમી અને જીવલેણ કામગીરી સોંપવા સ્વનિર્ભર શાળાઓનું સંચાલક મંડળ તૈયાર નથી. હાલમાં સુરતમાંથી અન્ય રાજ્યના 12 લાખ લોકો વતન ગયા છે. સુરતમાં કોરોના સંક્રમણની માત્રા વધુ હોય હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગો સાથે જોડાયેલા 9 લાખ લોકો સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં પોતાના વતનમાં ગયા છે. કેટલાક વાલીઓ હોમ લર્નીંગનો વિરોધ કરતાં હોવાથી તેઓના બાળકો એજ્યુકેશન લઈ રહ્યાં નથી. 

અન્ય સમાચારો પણ છે...