તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કોરોનામાં ટયુશન બંધ હોય શિક્ષકે જુગારધામ ચાલુ કર્યું, 7ની ધરપકડ

સુરત6 મહિનો પહેલા
 • કૉપી લિંક

કતારગામમાં ટ્યુશન ક્લાસ ચલાવનારે ક્લાસમાં જ જુગારખાનું શરૂ કર્યું હતું. કતારગામ પોલીસે છાપો મારી ટ્યુશન સંચાલક સહિત 7 જુગારીઓની ધરપકડ કરી 7 ફોન અને રોકડ મળી 64500નો મુદ્દામાલ કબજે કર્યો છે. કોરોનાના કારણે સરકારની ગાઇડ લાઈન મુજબ ટ્યુશન ક્લાસમાં વિદ્યાર્થીઓને બોલાવી શકાતા નથી ત્યારે સંચાલકે જુગારીઓને બોલાવી આવક ચાલુ કરી હતી.કતારગામ પોલીસને બાતમી મળી હતી કે વી.એન.ગોધાણી સ્કુલની સામે સ્વસ્તિક આર્કેડના પહેલા માળે આવેલા સોનાણી ટ્યુશન ક્લાસીસમાં જુગાર રમાય છે.

ટ્યુશન સંચાલક બહારથી જુગારીઓને બોલાવી જુગાર રમાડે છે. તેની સામે તે નાળ ઉઘરાવે છે. તેથી કતારગામ પોલીસે સોનાણી ટ્યુશન ક્લાસમાં છાપો મારી સંચાલક ધર્મેશ મનજી સોનાણી(રહે.શાંતિનગર સોસાયટી,નારાયણ નગર પાસે, કતારગામ) ઉપરાંત જુગાર રમતા કાંતી રવજીભાઈ છેડાવડિયા(રહે.અમૃતકુંજ એપાર્ટમેન્ટ, ઓફેરા હાઇટ્સની બાજુમાં, લસકાણા રોડ), લવજી માવજી કાનાણી(રહે.કરૂણાવંતી સોસાયટી,હરીદર્શનનો ખાડો,ચોકબજાર),ધીરુ કાળુભાઈ મકવાણા (રહે. માધવાનંદ સોસાયટી, ધનમોરા ચાર રસ્તા, કતારગામ), સંજય નરેશ ચંદાણી(રહે.ગ્રીનસિટી,પાલ ગામ,અડાજણ), મુકેશ ડાહ્યાભાઈ રાંક(રહે.કૃષ્ણનગર સોસાયટી, લલીતા ચોકડી પાસે, કતારગામ)અને મનસુખ કરસન સંખાવરા(રહે.શ્રીજી સોસાયટી વિભાગ-1,ડભોલી ચાર રસ્તા પાસે)ને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડા રૂપિયા અને 7 મોબાઇલ ફોન મળીને કુલ 64500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો