અપહરણ કે ફરાર?:સ્કૂલમાં ક્લાસમેટ સાથે ઝઘડો કરનારને ટીચરે વાલીને બોલાવવા મોકલ્યો ને વિદ્યાર્થી ગૂમ થઈ જતાં પરિવાર ચિંતિત

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે અપહરણનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. - Divya Bhaskar
પોલીસે અપહરણનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
  • શાકભાજી વેચનાર પાસેથી વિદ્યાર્થીએ 10 રૂપિયા લીધા હતા
  • પોલીસે બનાવની ગંભીરતા લઈ વિદ્યાર્થીની શોધખોળ શરૂ કરી

સુરતના નવાગામ ડિંડોલીમાં આવેલ માવલકંર સ્કુલમાં ધો-6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને કલાસમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે ઝઘડો કરતો હતો. ટીચરે તેને ઘરેથી વાલીને બોલાવી લાવવા માટે મોકલી આપ્યો હતો.જાકે વિદ્યાર્થી મોડી સાંજ સુધી ઘરે નહી પહોંચતા ચિંતામાં મૂકાયેલા પરિવારજનો દ્વારા શોધખોળ કરવા છતાંયે તેનો કોઈ પત્તો નહી મળતા ફરિયાદ નોધાવી હતી. પોલીસે બનાવની ગંભીરતાથી લઈ અપહરણનો ગુનો દાખલ કરી તેની શોધખોળ શરૂ કરી છે.

સ્કૂલમાં જતા માલૂમ થયું
ડિંડોલી પોલીસમાંથી મળતી વિગત મુજબ નવાગામ લક્ષ્મીનારાયણ સોસાયટી વિભાગ-1માં રહેતો પરિવાર પાંડેસરા પ્રમુખપાર્ક ખાતે આવેલા જરીના કારખાનામાં નોકરી કરી પરિવારમાં પત્ની અને બે દીકરાઓનું ભરણપોષણ કરે છે. બંને દીકરાઓ સ્કૂલમાં અભ્યાસ કરે છે. દરમ્યાન ગૂમ થનારની માતા બુધવારે તેના નામા નાના દીકરા કાનમાં તકલીફ હોવાથી દવાખાને બતાવવા જવા માટે તેની સ્કૂલમાં રજા લેવા માટે ગયા હતા. તે વખતે તેનો મોટો દીકરો ક્લાસમાં નહી દેખાતા તેના ટીચરને પૂછતા તેઓએ મોટો દીકરો કલાસમાં અન્ય વિદ્યાથીઓ સાથે ઝઘડો કરતો હોવાથી તેને તેની મમ્મીને ઘરેથી બોલાવી લાવા માટે ઘરે મોકલ્યો હોવાનું કહ્યું હતું.

શાકભાજી વેચનાર પાસેથી 10 રૂપિયા લીધા
ટીચરના જવાબથી વિદ્યાર્થીના માતા ચોંક્યા હતાં. ઘરે જતા ઘરે તાળુ હતુ. દીકરો ઘરે આવ્યો ન હોવાથી સોસાયટીમાં આજુબાજમાં છોકરાઓને પૂછપરછ કરી હતી. પરંતુ કોઈને ખબર ન હતી. જેથી ફરીથી સ્કૂલથી છૂટીને આવશે એમ સમજી સ્કૂલના ગેટ પાસે ઉભા રહ્ના હતા. સ્કૂલ છુટ્યા પછી પણ દીકરો નહી દેખાતા તેના ટીચરને ફોન કરતા તેઓએ ગભરાયને ડરના મારે કોઈક જ્ગ્યાએ બેસી ગયો હશે. આવી જશે એવું કહ્યું હતું. જેથી વિદ્યાર્થીના માતા પરત ઘરે ગયા હતા અને ફરીથી સોસાયટી તેમજ આજુબાજુમાં પૂછપરછ કરતા શાકભાજી વેચતા યુવકે તેનો દીકરો તેની પાસેથી રૂપિયા 10 લઈને ગયો હોવાનુ કહ્નાં હતુ.રાત સુધી ઘરે નહી આવતા માતાએ ફરિયાદ નોધાવતા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...