કોરોના સુરત LIVE:2 વિદ્યાર્થી, ટીચર, પ્રોફેસર કોરોનાગ્રસ્ત, કેસમાં નજીવો ઘટાડો, એક્ટિવ કેસ ઘટીને 546 થયા

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • અત્યાર સુધીમાં 208409 લોકોને કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે

સુરત શહેર-જિલ્લામાં ગઈકાલે નવા 79 કેસ નોંધાયા હતા. શહેરમાં કોરોનાના ઘટી રહેલા કેસો વચ્ચે શહેરમાં 58 અને જિલ્લામાં 16 મળી શહેર-જિલ્લામાં 74 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. શહેર-જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 556 થઈ છે. 2 વિદ્યાર્થીઓ, ટીચર, પ્રોફેસર સહિતના લોકો સંક્રમિત થયા છે.

74 દર્દી સાજા થતા તેમને રજા અપાઈ
શહેરમાં 51 અને જિલ્લામાં 28 કેસ સાથે શનિવારે કોરોનાના વધુ 79 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 208409 થઈ છે. શનિવારે શહેરમાં 58 અને જિલ્લામાં 16 મળી શહેર-જિલ્લામાં 74 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર અને જિલ્લામાં કુલ 205622 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 546 થઈ
શહેરમાં ઘટી રહેલા પોઝિટિવ કેસોને પગલે એક્ટિવ કેસમાં પણ ઘીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. શહેર-જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 546 થઈ છે. શહેરમાં સામે આવેલા પોઝિટિવ કેસમાં 2 વિદ્યાર્થીઓ, ટીચર, પ્રોફેસર, 3 વેપારી, કેમીસ્ટ, દુકાનદાર અને ફોટોગ્રાફર તેમજ અન્ય નોકરીયાતો સહિતના લોકો સંક્રમિત થયા છે.

અન્ય સમાચારો પણ છે...