તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:વિદ્યાર્થીઓ સાથે વાલીઓને કોરોના રસીના પાઠ ભણાવો’

સુરત11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સેનેટ સભ્યે કાર્યકારી કુલપતિને પત્ર લખ્યો
 • લોકો ડરતા હોવાથી સમજણ આપવી જરૂરી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કોલેજોના વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ કોરોનાની રસી મૂકાવે તે માટે સેનેટ સભ્ય કનુ ભરવાડે કાર્યકારી કુલપતિ ડો.હેમાલી દેસાઇને પત્ર લખીને માંગ કરી છે કે “ઓનલાઇન એજ્યુકેશન આપતી વખતે વિદ્યાર્થીઓની સાથે વાલીઓને કોરોનાની રસી પાઠ ભણાવો’. સેનેટ સભ્ય કનુ ભરવાડ કહે છે કે ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યામાં વધારો નોંધાય રહ્યો છે. જેને અટકાવવા માટે સુરત મહાનગરપાલિકા કોરોનાની રસી આપવા માટે કાર્યક્રમો કરી રહી છે.

એટલું જ નહીં, કોરોના વાઇરસને માત આપવા માટે વિશ્વમાં સૌથી મોટું રસી અભિયાન પણ ભારતમાં ચાલી રહ્યું છે. પરંતુ શહેરમાં કોરોનાની રસીને પગલે કેટલાક વિદ્યાર્થીઓ કે પછી વાલીઓમાં અનેક પ્રશ્નો ઊભા થવા સાથે કોરોનાની રસી મૂકવતા ડરી રહ્યા હોવાની વાત જણાય આવે છે અને તેને દૂર કરવું ખૂબ જ જરૂરી છે. આમ, આવી સ્થિતિ યુનિવર્સિટીના અધ્યાપકો ઓનલાઇન એજ્યુકેશન આપતી સમયે વિદ્યાર્થીઓને કોરોનાની રસી મૂકવા માટેનો પ્રચાર કરવાની સાથે વાલીઓને કોરોનાની રસી મૂકવવા માટે પ્રોત્સાહીત કરે તેવો પરિપત્ર જાહેર કરવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો