80 હજાર માટે મર્ડર:સુરતમાં ખેતલા આપા ટી-સ્ટોલના માલિકનું ઊંઘમાં જ ગળું કાપી ઘાતકી હત્યા

સુરતએક મહિનો પહેલા
ખેતલા આપા ટી-સ્ટોલના માલિક (ફાઈલ તસવીર)ની ચપ્પુના 8થી 10 ઘા મારી હત્યા કરી હતી.
  • 80 હજારની લેતીદેતીમાં ડુમસ વીઆર મોલ સામે ઘાતકી હત્યા
  • ટી-સ્ટોલ માલિકનો મિત્ર અને તેની ફ્રેન્ડ સ્ટોલમાં મૂવી જોતાં હતાં

સુરત શહેરમાં ડુમસ રોડ પર વીઆર મોલની સામે ખેતલા આપા ટી સ્ટોલના માલિકની ઊંઘમાં ગળું કાપી ઘાતકી હત્યા કરાઈ હતી. મૃતકે હત્યારા પાસેથી 80 હજાર લેવાના હોઈ, જેને કારણે આ હત્યા કરી હતી. ઉમરા પોલીસે હત્યારાને ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યો હતો.

દોઢેક મહિનાથી ખેતલા આપા ટી સ્ટોલ શરૂ કર્યો હતો
ડુમસ રોડ પર વીઆર મોલ સામે ભાડેની જગ્યામાં રોહિતસિંઘ પરિહારે છેલ્લા દોઢેક મહિનાથી ખેતલા આપા ટી સ્ટોલ શરૂ કર્યો હતો. રોહિતસિંઘની ટી સ્ટોલની બાજુમાં પાનનો ગલ્લો છે. ગત ગુરુવાર રોહિતસિંઘ સ્ટોલ બંધ કરી ખાટલો બહાર નાખી સૂઈ ગયો હતો. ત્યારે ઓય...ઓય...ની બૂમ અને રિક્ષા સ્ટાર્ટ થવાનો અવાજ સાંભળ્યો હતો. રોહિતસિંઘના મિત્ર વિરાજે શટર ખોલવા માટે બૂમ પાડી રોહિતને કોલ કર્યો હતો, પરંતુ રોહિતે કોલ રિસીવ ન કરતા મિત્રોને ફોન કર્યો હતો. જેથી મિત્ર ચિરાગ પટેલ દોડી આવ્યો હતો અને શટર નજીક રોહિતનું ગળું કપાયેલું તથા પેટમાંથી લોહી નીકળતી હાલતમાં ખાટલાથી નીચે પડ્યો હતો.

સિગારેટ લેવા આવેલા શખસે રેકી કરી હોવાની આશંકા.
સિગારેટ લેવા આવેલા શખસે રેકી કરી હોવાની આશંકા.

ઉછીના આપેલા રૂપિયા માટે હત્યા કરી
ચિરાગે શટર ખોલતાં વિરાજ અને સ્વાતિ બહાર આવ્યાં હતાં અને તાત્કાલિક પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો. ઘટનાની જાણ થતાં ઉમરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ સમક્ષ વિરાજે જણાવ્યું હતું કે રિક્ષાચાલક અજય સુદામને રોહિતે હાથ ઉછીના 80 હજાર રૂપિયા આપ્યા હતા. આ રૂપિયાની રોહિત છેલ્લા 10 દિવસથી ઉઘરાણી કરતો અને અજય વાયદા આપતો હતો.

ગળું કપાયેલું તથા પેટમાંથી લોહી નીકળતી હાલતમાં મળ્યો હતો.
ગળું કપાયેલું તથા પેટમાંથી લોહી નીકળતી હાલતમાં મળ્યો હતો.

રેકી કરી હત્યાને અંજામ આપ્યો હોવાની આશંકા
હત્યારાએ રોહિતસિંઘને ચપ્પુના 8થી 10 ઘા મારી હત્યા કરી હતી. પોલીસે હત્યારા અજય ઘડાઈ(રહે, અલથાણ)ને પકડી પાડ્યો છે. ગુરુવારે રાત્રે મૃતક સાથે જ રહેતા વિરાજ અને સ્વાતિ દુકાનમાં પિક્ચર જોતા હતા એ વખતે સિગારેટ લેવા આવેલી વ્યક્તિએ રોહિતસિંઘને પૂછ્યું હતું કે તુમ કિતને લોગ યહાં પે સોતે હો. જેથી રોહિતસિંઘે કહ્યું કે 5-7 જણા સોતે હૈ. આજ મૈં અકેલા સોને વાલા હું, જેથી સિગારેટ લેવા આવેલા શખસે રેકી કરી હોવાની આશંકા છે.