તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા:સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને તેના સંબંધીઓ માટે જલારામ મંદિર દ્વારા ચા-નાસ્તાની વ્યવસ્થા કરાઈ

સુરત3 મહિનો પહેલા
સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં જલારામ ધામ દ્વારા નિઃશૂલ્ક ધોરણે ચા-નાસ્તો કરાવવામાં આવે છે
  • લસકાણા ખાતેના જલારામ મંદિર દ્વારા વિનામૂલ્યે સેવા શરૂ કરવામાં આવી

કોરોના મહામારીના બીજા તબક્કામાં અનેક લોકો રોજે રોજ સંક્રમિત થઈ રહ્યાં છે. સંક્રમિત દર્દીઓ સારવાર માટે સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યાં છે ત્યારે દર્દીઓ અને તેમની સાથે હોસ્પિટલ જતા તેમના સંબંધીઓની હાલત પણ કફોડી બની જતી હોય છે. ત્યારે દર્દીઓ અને સંબંધીઓ માટે લસકાણા ખાતે આવેલા જલારામ મંદિર દ્વારા જ્યુસ, ચા-નાસ્તા અને પાણીની વિના મૂલ્યે સેવા શરૂ કરવામાં આવી છે.

સ્ટોલ ઉભો કરાયો
સંત શીરોમણી શ્રી જલારામ બાપાએ "જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરી ઢુકડો" નામના સુત્રો સાથે ભૂખ્યાને ભોજન આપવાનું શરૂ કર્યું હતું. અને તેઓના આ સદાવ્રતને 200 વર્ષ પૂર્ણ થઇ ચુક્યા છે. હાલમાં સુરતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સિવિલ હોસ્પીટલમાં આવેલી કોવિડ હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ અને તેઓના પરિવારજનો માટે જલારામ મંદિર લસકાણા ધામ આગળ આવ્યું છે. જલારામ મંદિર લસકાણા ધામ તરફથી અહી સારવાર લઇ રહેલા દર્દીઓ માટે એક સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે. જ્યાંથી દર્દીઓ માટે વિના મૂલ્યે મોસંબીનું ફ્રેશ જ્યુસ, નારિયેળ પાણી અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

દર્દીઓ અને તેમના સંબંધીઓ માટે સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે.
દર્દીઓ અને તેમના સંબંધીઓ માટે સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે.

ટ્રસ્ટ દ્વારા નાસ્તાની વ્યસ્થા
દર્દીઓના સંબંધીઓ ભૂખ્યા ન રહે તે માટે પણ અહિં સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે. જ્યાંથી દર્દીઓના પરિવારજનો માટે ચા, પાણી, ગઠીયા, નાસ્તો જેવી તમામ વ્યવસ્થા વિના મૂલ્યે કરવામાં આવી છે. લોકો ભૂખ્યા ન રહે અને તેઓને બનતી મદદ મળી રહે તે હેતુથી આ જલારામ ધામ અન્નપૂર્ણા અન્નક્ષેત્ર લસકાણા શાંતાબેન દયાળજીભાઈ કોટક ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ધનવાનભાઈ દયાળજીભાઈ કોટક, મીનાબેન ધનવાનભાઈ કોટક દ્વારા આ સેવા શરુ કરવામાં આવી છે. બીજી તરફ વીકીભાઈ કોટક , વીરેન્દ્રભાઈ ચોવટીયા, અપ્પુ નથવાણી અને મહેશભાઈ મશરૂ જેવા યુવાનો દિવસ રાત દર્દીઓની મદદ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...