તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:આઇટીમાં હવે ટીડીએસ ફોર્મ 26 ડાઉનલોડ નહીં થતા કરદાતાઓના નાણાં અટવાયા

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીબીડીટીની લાલિયાવાડીના કારણે જ કપાયેલા નાણાં ક્લેઈમ કરી શકાતા નથી

આઇટીમાં એક તરફ રૂટીન રિફંડ આપવાની પ્રોસેસ તેજ કરાઈ છે ત્યાં બીજી તરફ ટીડીએસ ફોર્મ 26 માટે કરદાતા વલખાં મારે છે. સાઇટ પર ફોર્મ અપલોડ કરવામાં સીબીડીટીની લાલિયાવાડીના લીધે કપાયેલાં નાણાં ક્લેઇમ કરી શકાતા નથી.

કોરોનાકાળમાં અટકેલાં ધંધાકીય વ્યવહારો ફરી શરૂ થઈ ગયા છે અને પેમેન્ટની સાઇકલ પણ શરૂ થઈ ગઈ છે. જે વ્યવહારો પર ટીડીએસ કપાય છે, તેનું ક્લેઇમ આઇટીમાં પેમેન્ટ લેનારે કરવાનું હોય છે. પરંતુ હાલ સાઇટ પર ફોર્મ-26 બરાબર ઉપલબ્ધ ન હોવાથી અનેક લોકો અટવાયા છે. સી.એ. વિરેશ રૂદલાલ કહે છે કે, ફોર્મ-26 ડાઉનલોડ કરવામાં હાલ મુશ્કેલી આવી રહી છે, કોઇવાર થઈ જાય અને કોઈવાર અટકી જાય છે. નોંધનીય છે કે, લોકોના કપાયેલાં રૂપિયા હાલ આઇટી પાસે જામ છે. ક્લેઇમ ત્યારે જ શક્ય બનશે જ્યારે ફોર્મ બરાબર અપલોડ થશે. અને ત્યારે જ ક્લેઇમની રકમ ચૂકવવામાં આવશે.

800 કરોડથી વધુના રિફંડ
ટીડીએસની સિસ્ટમમાં લોચા છે ત્યારે આઇટીમાં રૂ. 800 કરોડથી વધુના રિફંડ પણ આપવામા આવ્યા છે. રિફંડની પ્રોસેસ તેજ બનતા હવે રિફંડ જલદી આપવાની શરૂઆત કરવામાં આવી છે. કોરોના કાળમાં પણ લોકોને યોગ્ય સમયમાં રિફંડ મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...