તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

SEZ હીરા કૌભાંડ:જપ્ત થયેલા હીરાના આધારે ટેક્સ વસુલાશે

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવકવેરા વિભાગે ટેક્સની ગણતરી શરૂ કરી

સચીનના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાંથી ઝડપાયેલા ડાયમંડના અન્ડર વેલ્યુએશન કૌભાંડમાં આવકવેરા વિભાગે પણ ટેક્સની ગણતરી શરૂ કરી દીધી છે. જપ્ત કરાયેલાં ડાયમંડની કિંમતના આધારે ટેક્સની જવાબદારી ઊભી કરી મીત કાછડિયાને નોટીસ ફટકારવામાં આવશે તેમ આજે આઇટીના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતુ.

હજી મીતનો કોઈ પત્તો નથી. જપ્ત ડાયમંડના વેલ્યુએશનમાં હજી 15 દિવસ લાગશે એમ અધિકારી સૂત્રો જણાવી રહ્યા છે. ડાયમંડનો કાચો માલ કે સિન્થેટિક ડાયમંડ ક્યાંથી અને કંઇ પાર્ટી પાસેથી આયાત કરવામાં આવતો હતો તે દિશામાં પણ અધિકારીઓએ તપાસ આદરી છે. આઇટીના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, હાલ પૂરતું તો જે માલ કસ્ટમ દ્વારા જપ્ત કરાયો છે તેનું વેલ્યુએશન નક્કી થયા બાદ તેના આધારે જ ટેક્સની ગણતરી કરવામાં આવશે. જે માલ એક્સપોર્ટ કરી દેવામાં આવ્યો છે તેને હાલ ગણતરીમાં લેવાશે નહીં.

અન્ય સમાચારો પણ છે...