કોરોનાની ત્રીજી લહેર વચ્ચે સ્ટેટ જીએસટીએ દરોડા પાડવાનું ચાલુ રાખ્યું છે. ભાગતળાવ ખાતે આવેલા ઇમિટેશન જવેલરીના એન.આર. ગ્રુપ પર અમદાવાદ અને સુરતની ટીમે દરોડા પાડીને રૂપિયા 100 કરોડથી વધુના વ્યવહાર ચકાસ્યા હતા. જેમાં પ્રાથમિક તબક્કે રૂ. 10 કરોડની ગડબડીનો આંક સામે આવ્યો છે.
આ ફિગર આવનારા સમયમાં વધી શકે છે એમ પણ અધિકારી સૂત્રો જણાવી રહ્યા છે. અધિકારીઓએ કેટલાંક હિસોબોના ખુલાસા માંગ્યા છે જે દુકાનદારો જણાવી દે તો ગડબડીનો આંક નીચે પણ આવી શકે છે. હજી સુધી કોઈ પુરાવા ડિપાર્ટમેન્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા ન હોવાથી અધિકારીઓ પણ ટેક્સચોરીનો આંક કેટલો રાખવોએ નક્કી કરી શક્યા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.