સુરતમાં યુવા ગુજરાત સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ગરીબ બાળકોને અને જુદી જુદી કોલેજૉના વિદ્યાર્થીઓ ઉતરાયણ પર્વની ભરપૂર મજા માણી શકે ઉપરાંત ગરીબ અને અમીર વચ્ચેના ભેદ દૂર થાય તેવા આશય સાથે દર વર્ષ મુજબનું પતંગોત્સ્વનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં સુરતની કોલેજોના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વખતે આ કાર્યક્રમમાં તારક મહેતા કા ઉલટા ચશ્માંના ફેઈમ જૂનો ટપુ એટલે કે, ભવ્ય ગાંધી વિશેષ ઉપસ્થિત રહ્યો હતા. યુવા ગુજરાતનો કાર્યક્રમ આ વખતે બાળકોની ખુશી ઉપરાંત 'નો ડ્રગ્સ અને ઓર્ગન ડોનેશન' જાગૃતિ સંદેશ સાથે યોજાયો હતો.ત્યારે ટપુએ દિવ્યાંગ બાળકો અને શાળાના વિદ્યાર્થીઓ સાથે ઉજવણી કરી હતી. તેમજ આ કાર્યક્રમ થકી 'સે નો ટુ ડ્રગ્સ' અને અંગદાનનો મહત્વનો સંદેશો યુવાનોને આપવામાં આવ્યો હતો.
યુવા ગુજરાત દ્વારા અનોખો પતંગોત્સવ
સુરતમાં આજે ઉતરાયણના એક દિવસ પહેલા યુવા ગુજરાત સંસ્થા દ્વારા અનોખો પતંગ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં શહેરના દિવ્યાંગ બાળકો અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ગરીબ બાળકો ઉતરાયણ પર્વની ભરપૂર મજા માણી શકે તે માટે સુરતમાં યુવા ગુજરાત સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગોત્સ્વ તથા મ્યુઝીકલ મોર્નિંગનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ગરીબ બાળકો પણ શ્રીમંત બાળકોની સાથે ઉજવણી કરી શકે તેવા આશય સાથે શહેરની જુદી જુદી કોલેજના વિદ્યાર્થીઓ સાથે મળીને ઉજવણી કરી હતી. જેમાં કોલેજના વિદ્યાર્થીઓની સાથે દિવ્યાંગ બાળકો અને ગરીબ બાળકોએ પતંગ ઉડાવી મજા માણી હતી. તેમજ ડાન્સ કરી ઉજવણી કરી હતી. આ સાથે આ વર્ષનો પતંગ ઉત્સવ 'નો ડ્રગ્સ અને ઓર્ગન ડોનેશન' જાગૃતિ સંદેશ સાથે રાખવામાં આવ્યો હતો. જેને લઇ યુવાઓમાં અંગદાન અને ડ્રગ્સ વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો.
ટપુની હાજરીથી વિદ્યાર્થીઓ હિલોળે ચડ્યા
આ કાર્યક્રમમાં તારક મહેતા કા ઉલટા ચશ્માં સિરિયલમાં ટપુનો કિરદાર કરી ચૂકેલ કલાકાર ભવ્ય ગાંધીની વિશેષ ઉપસ્થિત રહી હતી. તેણે દિવ્યાંગ બાળકો અને શાળાના શાળાના વિદ્યાર્થીઓ સાથે ઉજવણી કરી હતી. ટપુ ઉર્ફે ભવ્ય ગાંધીની કાર્યક્રમમાં ઉપસ્થિતિ થતાની સાથે જ વિદ્યાર્થીઓ તેને જોવા અને સાંભળવા હિલોળે ચડ્યા હતા. ભવ્ય ગાંધીએ દિવ્યાંગ બાળકો અને યુવાનો સાથે પતંગ ઉડાવી તેમજ ડાન્સ કર્યો હતો. દિવ્યાંગ બાળકો સાથે ફોટા પણ પડાવ્યા હતા. વધુમાં આ કાર્યક્રમ થકી 'સે નો ટુ ડ્રગ્સ અને અંગદાન'નો મહત્વનો સંદેશો યુવાનોને આપવામાં આવ્યો હતો.
ટપુને મળવા દિવ્યાંગનો 16 કલાકનો ઉપવાસ
સુરતમાં યુવા ગુજરાત દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં અગાઉ ટપુનો કિરદાર કરી ચૂકેલ કલાકાર ખાસ આ કાર્યક્રમમાં આવવાના છે. તેવી જાહેરાત કરવામાં આવી હતી. જેને લઇ સુરતનો એક દિવ્યાંગ વિદ્યાર્થી ટપુને મળવાની ઈચ્છા સાથે 16 કલાકથી વધુ સમય તે ઉપવાસ પર રહ્યો હતો. પરિવારે ઘણીવાર તેને થોડુંક પણ ખાઈ લેવા માટે પ્રયાસ કર્યો પરંતુ તે વિદ્યાર્થી ટપુને જોયા સિવાય કંઈ ખાવાનો ઇન્કાર કરી દીધો હતો. માનસિક દિવ્યાંગ ટપુનો બીગ ફેન હતો. ટપુ ઉર્ફે ભવ્ય ગાંધી તેના સ્ટેજ ઉપર મુલાકાત કરી. તેની સાથે લાગણીસભર વાતો કરી. અને દિવ્યાંગ વિદ્યાર્થીએ ટપુના હાથે ચોકલેટ ખાય તેનો ઉપવાસ તોડ્યો હતો.
આ દિવ્યાંગ નહીં પણ દિવ્ય બાળકો છે : ભવ્ય ગાંધી
ભવ્ય ગાંધીએ જણાવ્યું હતું કે, આજે દિવ્યાંગ બાળકો સાથે ઉતરાયણની ઉજવણી કરવા સુરત આવ્યો છું. આ માત્ર દિવ્યાંગ નહિ પણ દિવ્ય બાળકો છે અહિયાં ખુબ જ મજા આવી છે, સુરતની ધરતી પર જયારે આવું છું ત્યારે ખુબ જ મજા આવે છે. લોકોનો ખુબ જ પ્રેમ મળે છે. આજે યુવાઓનો નો ટુ ડ્રગ્સ અને ઓર્ગેન ડોનેશનનો સંદેશો આપવા આવ્યા છીએ. હંમેશા યુથ અને લોકોએ ડ્રગ્સથી દુર રહેવું જોઈએ અને દુર રહેવાનું જ છે. અને ઓર્ગેન ડોનેશનને વધુમાં વધુ ફેલાવવો જોઈએ.
ભવ્ય ગાંધી સિરિયલમાં નહીં ફિલ્મમાં દેખાય છે
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાંથી ટપુ દૂર થઈ ગયા અંગે પૂછતા જણાવ્યું હતું કે, ભવ્ય ગાંધી દેખાય જ છે. ઘણી ફિલ્મો આવી છે. જેમાં મેં અભિનય કર્યો છે. ભવ્ય ગાંધી હવે સિરિયલમાં નહીં પણ ફિલ્મોમાં જોવા મળે છે. ભવ્ય ગાંધી.ફિલ્મમાં દેખાય છે અને આગામી દિવસોમાં પણ આપને દેખાતો રહેશે.લોકો બસ આવો જ પ્રેમ આપતા રહે.
સુરતનું ઊંધિયું,લોચો અને પોંક ખૂબ જ પસંદ છે : ભવ્ય ગાંધી
સુરતમાં મને ઊંધિયું,લોચો અને પોંક વધુ પસંદ છે. જ્યારે પણ આવું છું ત્યારે સીઝન પ્રમાણે આ વસ્તુ હું ખાવું જ છું. આજે હું સુરત આવ્યો છું અને ત્રણે ત્રણ વસ્તુની સીઝન ચાલી રહી છે હું ઊંધિયું લોચો અને પોક ત્રણે ખાઈને જ જઈશ. અને પોંક હું સાથે લઈ પણ જઈશ. આ સાથે સુરતીઓને હું કહેવા માંગું છું કે, આ યુવા ગુજરાતની આ એક પહેલને એક મુહિમ બનાવવી જોઈએ. દરેક લોકોએ ડ્રગ્સથી દુર રહેવું જોઈએ અને ઓર્ગેન ડોનેશનનો સંદેશો દરેક લોકો સુધી પહોચાડવો જોઈએ.
શ્રીમંત અને ગરીબ-દિવ્યાંગ બાળકોને એક મંચ પર ઉજવણીનો કરી
યુવા ગુજરાત સંસ્થાના પ્રમુખ મોનિલ ઠાકરે જણાવ્યું હતું કે, દર વખતની જેમ આ વખતે પણ યુવા ગુજરાત સંસ્થા દ્વારા વિશેષ બાળકોને ચહેરા પર મુસ્કાન લાવવાનો પ્રયાસ કર્યો છે. અમારા આ પ્રયાસમાં શ્રીમંત અને ગરીબ, દિવ્યાંગ વિદ્યાર્થીઓ એક સાથે એક મંચ પર એક સરખી ઉજવણી કરી શકે તેવો દર વર્ષનો અમારો પ્રયાસ હોય છે. જે અંતર્ગત આજે દિવ્યાંગ બાળકો , નગર શિક્ષણ સમિતિની શાળાના ગરીબ બાળકો અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની તમામ કોલેજોએ ભેગી થઈને પતંગ ઉત્સવ અને મ્યુઝીકલ મોર્નિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ કોલેજના વિદ્યાર્થીઓમાં દિવ્યાંગો પ્રત્યે અને ગરીબ બાળકો પ્રત્યે સંવેદના જાગે. આ ઉપરાંત આ વખતે નો ડ્રગ્સ અને અંગદાન જાગૃતિનો પણ સંદેશ લોકો સુધી પહોંચે તે રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇ યુવાનોને ડ્રગ્સથી દુર રહેવા અને ઓર્ગેન ડોનેશન અંગે જાગૃતિ આવે તે માટે પ્રયાસ કરાયો હતો. આ કાર્યક્રમમાં તારક મહેતા કા ઉલટા ચશ્માં ફેઈમ ટપુ એટલે કે ભવ્ય ગાંધી અહી ઉપસ્થિત રહી દિવ્યાંગોનો ઉત્સાહ વધારી આ વખતનો ડ્રગ્સ અને ઓર્ગન ડોનેશનો સંદેશ તેમના થકી લોકોને પાઠવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.