તંત્ર એલર્ટ:ઉકાઇની સપાટી 317 ફુટે પહોંચી ગઇ જૂનથી જ તાપીમાં પાણી છોડવું પડશે

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સારા ચોમાસાની આગાહી વચ્ચે તંત્ર એલર્ટ, ગત વર્ષે 345 ફુટ સુધી ઉકાઇ ડેમ છલોછલ ભરી દેવાયો હતો

હવે ચોમાસુ બેસવા જઈ રહ્યુંછે ત્યારે ઉકાઇની સપાટી 317 ફુટ છે. ઉકાઈ તંત્ર 1લી જૂનથી રૂલ લેવલ ગણવાની શરૂઆત કરે છે. 1લી જૂનનું રૂલ લેવલ 321 ફુટ હોય હાલની સપાટીથી તે માત્ર ચાર ફુટ દૂર છે. સિંચાઇ વિભાગ કહે છે કે જો જૂનમાં એમ.પી. કે ઉકાઇના ઉપરવાસમાં વરસાદ પડશે તો જૂનથી જ પાણી છોડવાની શરૂઆત કરવામાં આવશે. ગત વર્ષે સારા વરસાદને લીધે ઉકાઇમાં પાણી 345 ફુટ સુધી ભરી દેવાતા ડેમની સપાટી ખીચોખીચ ભરાઈ ગઈ હતી.
શહેરમાં રોજ 1250 એમએલડી પાણીની જરૂરિયાત
પાલિકા સૂત્રો કહે છે કે, શહેરમાં રોજ 1250 એમએલડી પાણીની જરૂરિયાત રહેતી હોય છે. વ્યક્તિદીઠ 120 થી 130 લીટરની ગણતરી પાલિકા રાખે છે. હાલ વિયર કમ ક્રોઝવેની સપાટી 5.45 મીટર છે. તાજેતરના વરસાદમાં સપાટી એક ફુટ વધી છે. હજી શહેરને 20 દિવસ ચાલે એટલું પાણી કોઝવેમાં છે. 4.70 મીટરની સપાટી સુધી પાણી ખેંચી શકાય છે. ત્યારબાદ પાણીની જરૂરિયાત રહે છે. હાલ તો ઘણી સારી માત્રામાં પાણી છે.

સારા વરસાદની આશાથી ફરી ડેમ છલોછલ થશે
સુરત સિંચાઇ વિભાગના અધિકારી સી.એસ.ચૌધરીએ કહ્યું કે ઉકાઈમાં 22 ગેજ સ્ટેશનમાંથી પાણી આવે છે. ઉકાઇની ટોટલ કેપિસિટી 7414 એમસીએમ છે. જ્યારે એક્ટિવ કેપિસિટી 6730 એમસીએમ છે. સ્ટોરેજ વોટરમાંથી 3004 એમસીએમ (મિલિયન ક્યુબિક મીટર) સિંચાઇ માટે, 580 એમસીએમ પીવાના પાણી માટે અને 230 એમસીએમ ઇન્ડસ્ટ્રીઝ માટે વપરાતું હોય છે. આ વખતે પણ ફરી ડેમ છલોછલ થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...