સુરત શહેર માટે મહત્વાકાંક્ષી ગણાતા તાપી રિવરફ્રન્ટ પ્રોજેકટ માટે સુરત મ્યુનિસિપલ કમિશનર, સિટી ઇજનેર સહિતના ચાર અધિકારીઓની ટીમ વિશ્વ બેંકના પ્રતિનિધીઓ સાથે નેધરલેન્ડ, સ્પેન સ્ટડી ટૂર કરીને પરત આવી છે. મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું કે, નેધરલેન્ડ, રોટર ડેમ, આમસ્ટ્રોમ ડેમ, સ્પેનમાં વિઝિટ કરી હતી.
જ્યાં નદીને પુનઃજીવિત કરવા, પૂરથી શહેરને બચાવવા, નદી સાથે લોકો સીધા લિન્ક થઇ શકે તેના ઉપર બહુ સારૂ કામ થયું છે. જેનું સુરત શહેરમાં અમલીકરણ કરવા આયોજનો કરાશે. તાપી નદી સુરત શહેરની જીવાદોરી સામાન છે. તાપી રિવરફ્રન્ટ પ્રોજેકેટથી શહેરની કાયાપલટ થઇ જશે. શહેરનો એક નવો રંગરૂપ મળશે. સુરત શહેરને પૂરથી બચાવવા માટે ઉપરવાસમાંથી તાપી નદીમાં આવતું પાણી કેનાલ, ખાડી, તળાવ, સ્ટોર્મ ડ્રેનેજ લાઇન મારફતે કેવી રીતે ડાયવર્ટ કરી શકાય તે માટે આયોજનો કરવામાં આવશે.
પાળાને લોકઉપયોગી બનાવવામાં આવશે
પાલિકા કમિશનરે જણાવ્યું કે, શહેરમાં 4 હજાર કિ.મીની સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન છે. નદી કિનારે હાઇરાઇઝ બિલ્ડીંગો, ઇકોનોમી એક્ટિવિટી, ગ્રીન સ્પેસ, વોટર સ્પોટર્સ એક્ટિવિટી મામલે શહેરીજનો નદી સાથે સીધા લીન્ક થાય માટે પ્લાનીંગ કરાશે. પાળા પણ લોકપયોગી બને તેવા પ્રયાસ કરાશે. પાળા પર બાળકો, સિનિયર સિટીજન એક્ટિવિટી કરી શકે તે માટે વિચારણા કરીશું. વોટર ટ્રાન્સપોર્ટ શરૂ થઇ શકે કેમ તે દિશામાં આગળ વધીશું. પ્લાનીંગ કરીને વિશ્વ બેંકને આપીશું ત્યારબાદ લોન અંગેની પ્રક્રિયા આગળ વધશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.