તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:તાપી શુદ્ધિકરણ: પાલિકાને કઠોરની 12 હજાર સ્કવેર ફુટ જગ્યા અપાશે

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સુરત જિલ્લા પંચાયત નું 2021-22 નું 1414 કરોડનું બજેટ મંજુર

સુરત જિલ્લા પંચાયતનું નાણાકીય વર્ષ 2021-22 નું અંદાજપત્ર રજૂ કરવા તેમજ અન્ય કામોની મંજુરી માટે સામાન્ય સભા યોજાઇ હતી.જેમાં 1414.12 કરોડનું અંદાજપત્ર સરકારી અનુદાન, દેવા વિભાગ અને સ્વભંડોળનું 46.5 કરોડ રૂપિયાના અંદાજપત્રને સર્વાનુમતે મંજૂર કરાયું હતું. પશુપાલકો,આંગણવાડી કેન્દ્રો અને ખેતીવાડી ક્ષેત્રે ખાસ જોગવાઈ કરાઇ છે. કઠોર ગામના પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રની 12 હજાર સ્ક્વેર ફૂટ જગ્યા જેની માંગણી સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી શુદ્ધિકરણ માટે કરાઇ હતી જે સામાન્ય સભામાં બહાલ કરાઇ છે.

2021-22 ની સંભવિત આવક 1042 કરોડ થતાં ઉઘડતી સિલક 327 કરોડ મળીને 1414.12 કરોડના આયોજન સાથે બજેટ રજૂ કરાયું હતું. બજેટમાં શિક્ષણ ક્ષેત્રે 3.03 કરોડ, આયુર્વેદ ક્ષેત્રે 1.82 કરોડ. સંકલિત બાળ વિકાસ યોજના ક્ષેત્રે 1.05 કરોડ. ખેતીવાડી ક્ષેત્રે 1.87 કરોડ. પશુપાલન ક્ષેત્રે 48.17 લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે 3.20 કરોડ, કુદરતી આફત સદરે 5 લાખ, સહકાર ક્ષેત્રે 3 લાખ,સિંચાઇ ક્ષેત્રે 5.80 કરોડ,જાહેર બાંધકામ ક્ષેત્રે 8.08 કરોડ, પરચૂરણ કામો પેટે રૂપિયા 4.44 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

સમાજ કલ્યાણ ક્ષેત્રે આદિવાસી સમાજના વ્યક્તિની મરણોત્તર ક્રિયા માટે 75 લાખ તથા આર્થિક રીતે પછાત અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિવિધ સમાજના લોકોનો આર્થિક અને સામાજિક વિકાસ થાય તેમજ સમૂહ લગ્નની પ્રથા ને પ્રોત્સાહન આપવા પાંચ લાખની જોગવાઈ કરવામાં આવી છે.

નબળા વર્ગના લાભાર્થીઓને મકાન સહાય અંગે બે કરોડ, આશ્રમ શાળા તથા બુનિયાદી આશ્રમશાળાઓની સુવિધાઓ માટે 10 લાખની જોગવાઇ કરાઇ છે.જિ.પં પ્રમુખ ભાવેશ પટેલે જણાવ્યું કે ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં આગ અને આકસ્મિક ઘટના સમયે ફાયર બ્રિગેડ ઘટ તે પુરવા પીપીપી ધોરણે એક ફાયર બ્રિગેડ બનાવવાનું આયોજન વિચારણા હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો