તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાને મ્હાત:તાપી જિલ્લો કોરાનાથી મુક્ત, કેન્સરગ્રસ્ત કોરોના પોઝિટિવ યુવાને અમદાવાદની હોસ્પિટલમાં કોરોનાને હરાવ્યો

તાપી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • તાપી જિલ્લામાં બે પોઝિટિવ કેસ નોંધાયા હતા
 • કેન્સરગ્રસ્ત દર્દીએ કોરોનાને 8 દિવસમાં હરાવ્યો

જિલ્લા માટે કોરોનાને લઈને વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હર્ષદ પટેલ તરફથી મળેલી વિગતો અનુસાર, તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાનાં ઈંટવાઇ ગામના કેન્સરગ્રસ્ત દર્દી કે જે સારવાર દરમિયાન કોરોના પોઝેટિવ થયા હતા. જેને અમદાવાદની કોવિડ-19 હોસ્પિટલમાંથી સાજા થતા રજા આપવામાં આવી છે. જેથી તાપી જિલ્લો કોરોનાથી મુક્ત થઈ ગયો છે.

1મેના રોજ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

પ્રાપ્ત વિગતો અનુસાર, કુકરમુંડા તાલુકાનાં ઈંટવાઇ ગામના કેન્સરની સારવાર લઈ રહેલા દર્દી વિનાયકભાઇ તુકારામભાઈ પાડવીને ગત 26થી 30 એપ્રિલ સુધી સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે કેન્સરની સારવાર અર્થે દાખલ કરાયા હતા. જેમને વધુ સારવારની આવશ્યકતા જણાતા 30મીના રોજ અમદાવાદની બી.જે.મેડિકલ હોસ્પિટલના કેન્સર વિભાગ ખાતે ખસેડાયા હતા. જ્યાં 1મેના રોજ તેમનો કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવાયો હતો, જે સેમ્પલ પોઝિટિવ આવ્યો હતો.

મક્કમ મનોબળ સાથે કોરોનાનો સામનો કર્યો

તાપી જિલ્લાના આ દર્દીએ ખૂબ જ મક્કમ મનોબળ સાથે કોરોનાનો સામનો કરીને તેને મ્હાત આપવામાં સફળતા મેળવી છે. જેમને 8મીના રોજનો રોજ કોવિડ-19 હોસ્પિટલમાંથી રજા આપીને કેન્સરના વોર્ડમાં શિફ્ટ કરાયા છે. આમ, આજની તારીખે તાપી જિલ્લાના તમામે તમામ ત્રણ કોરોના પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા મળી જતાં જિલ્લામાં એક પણ દર્દી કોરોના પોઝિટિવ રહ્યું નથી. જે જિલ્લા વહીવટી તંત્ર માટે ખુબ જ રાહતના સમાચાર છે.

તાપી જિલ્લાના પ્રથમ દર્દીએ 14 દિવસમાં કોરોનાને મ્હાત આપી

તાપી જિલ્લાનો પ્રથમ કેસ વ્યારા તાલુકાનાં માયપુર ખાતે નોંધાયો હતો. જે દર્દી પણ સારા થતાં તેમને ગત 4 મેના રોજ વ્યારાની જનરલ હોસ્પિટલ ખાતેથી રજા આપવામાં આવી હતી. જ્યારે જિલ્લા બહાર નોંધાયેલા પરંતુ તાપી જિલ્લાના વતની એવા વાલોડ તાલુકાનાં કલમકુઇ ગામના બીજા દર્દીને પણ 8 મેના રોજ સુરત ખાતેથી રજા આપવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટરની લોકોને અપીલ

જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણીએ જિલ્લાના પ્રજાજનોને લોકડાઉનના તમામ નીતિ નિયમો અને સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરીને આગામી દિવસોમાં પણ તાપી જિલ્લો સંપૂર્ણ સ્વસ્થ રહે તે માટે દો ગજ દૂરીનું હંમેશા ધ્યાન રાખવા જણાવ્યું છે. સાથે સાથે ઘર બહાર નીકળતી વખતે હંમેશા ફેસ માસ્કનો ઉપયોગ કરવા અને વારંવાર સાબુથી હાથ ધોઈ, સેનેટાઈઝ કરવાની આદત કેળવવા સૌ પ્રજાજનોને અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો