તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દક્ષિણ ગુજરાત:તાપી અને ડાંગ જિલ્લો કોરોનાથી મુક્ત, વલસાડ, નવસારી જિલ્લો મુક્ત થવાથી 1-1 કેસ દૂર

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ પૈકી સુરત શહેર જ રેડ ઝોનમાં છે. જ્યારે નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લો ઓરેન્જ ઝોનમાં છે. જોકે, રાહતના સમાચાર એ છે કે, તાપી જિલ્લો કોરાનાથી મુક્ત થઈ ગયો છે અને નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લો કોરોનાથી મુક્ત થવામાં 1-1 કેસ દૂર છે.

તાપી જિલ્લામાં બે કેસ નોંધાયા હતા

તાપી જિલ્લામાં પહેલો કેસ માયપુરના બૂટલેગર મહિલાનો 20 એપ્રિલના રોજ નોંધાયો હતો. જેને 4મેના રોજ સાજા થતા રજા આપી દેવામાં આવી હતી. જ્યારે અન્ય એક કુકરમુંડા તાલુકાનાં ઈંટવાઇ ગામના કેન્સરની સારવાર લઈ રહેલા દર્દી વિનાયકભાઇ તુકારામભાઈ પાડવીને અમદાવાદની બી.જે.મેડિકલ હોસ્પિટલના કેન્સર વિભાગ ખાતે ખસેડાયા હતા. જ્યાં 1મેના રોજ તેમનો કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવાયો હતો, જે સેમ્પલ પોઝિટિવ આવ્યો હતો. દરમિયાન 8 મેના રોજ સાજા થતા હાલ કોવિડ-19 હોસ્પિટલમાંથી રજા આપીને કેન્સરના વોર્ડમાં શિફ્ટ કરી સારવાર ચાલી રહી છે.

ડાંગ જિલ્લામાં ત્રણ કેસ નોંધાયા હતા

ડાંગ જિલ્લામાં છેલ્લા 15 દિવસ દરમિયાન ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ દર્દી સાજા થઈ કોરોનાને મ્હાત આપતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગત રોજ ત્રીજા દર્દીને રજા આપતા ડાંગ હવે કોરોના મુક્ત જિલ્લો બની ગયો છે. ત્રણેય દર્દી સ્વસ્થ થતા હવે સાત દિવસ માટે ઘરમાં જ હોમ ક્વોરન્ટીન થશે.

વલસાડ જિલ્લામાં એકનું મોત ચાર રિકવર થયા

વલસાડ જિલ્લામાં કુલ 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી ધકમપુરના એક યુવાનનું સુરત સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. વલસાડ જિલ્લામાં પહેલો કેસ 20 એપ્રિલના રોજ નોંધાયો હતો. ત્યારબાદ એક પછી એક 6 કેસ નોંધાયા છે. જેમાં ચાર રિકવર થઈ ગયા છે. જ્યારે છેલ્લે 2 મેના રોજ નોંધાયેલા પોઝિટિવ દર્દીની સારવાર ચાલી રહી છે. જેની હાલત પણ સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. જેથી વલસાડ જિલ્લામાં હાલ એક જ કેસ એક્ટિવ છે.

નવસારી જિલ્લામાં સાત કેસ નોંધાયા હતા

નવસારી જિલ્લામાં કુલ સાત કેસ નોંધાયા છે. જેમાં ચીખલીમાં એક સાથે નોંધાયેલા ત્રણ કેસનો પણ સમાવેશ થાય છે. જોકે, આ કેસો પૈકી અત્યાર સુધીમાં છ દર્દી રિકવર થઈ ઘરે પહોંચી ગયા છે. જ્યારે એક દર્દીની સારવાર ચાલી રહી છે. જેને પણ ટુંક સમયમાં રજા આપવામાં આવે તેવું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો