તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શોષણ:સુરતમાં યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં ભૂવાનો આપઘાતનો પ્રયાસ, લંપટ ભૂવો હોવાનો ઢોંગ કરતો વીડિયો વાઇરલ

સુરત21 દિવસ પહેલા
દુષ્કર્મ કેસના આરોપી બિપિનની ફાઈલ તસવીર.
  • દુષ્કર્મ બાદ લગ્ન કરવાનું કહી પાંચ મહિના સુધી શોષણ કરી યુવતીને તરછોડી દીધી

સુરત શહેરમાં 21 વર્ષીય યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં ભૂવાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ભૂવો બિપિન સોંધરવાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે બિપિન ભૂવો હોવાનો ઢોંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

ઘટના શું હતી?
સુરત શહેરના ઉગત આવાસમાં રહેતા 40 વર્ષીય ભૂવાએ પોતાને મામા કહેતી 21 વર્ષીય યુવતીને જ પિતા અને ભાઇને મારી નાખવાની ધમકી આપી યૌનશોષણ કર્યાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી. દુષ્કર્મ બાદ લગ્ન કરવાનું કહી પાંચ મહિના સુધી પોતાને ત્યાં રાખ્યા બાદ યુવતીએ રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ યુવતીના પિતા અને ભાઈને મારી નાખવાનું કહી પોતાની સાથે રહેવા બોલાવી યૌનશોષણ કરનાર ભૂવા બિપિન સોંધરવાએ લગ્ન કરવાને બદલે દાસી તરીકે રાખી થોડાક મહિના બાદ તરછોડી દઇ અન્ય યુવતી સાથે રહેવા લાગ્યો હતો. પોતાનાથી અડધી વયની યુવતીનું યૌનશોષણ કરી તેને દાસી તરીકે રાખી ત્રીજી યુવતીને પત્ની તરીકે રાખનાર આ હવસખોર ભૂવા વિદ્ધ યુવતીએ રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

21 વર્ષીય યુવતીએ ભૂવા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
21 વર્ષીય યુવતીએ ભૂવા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

યુવતીને ભૂવો દાસીની જેમ રાખતો હતો
2002માં યુવતીની માતાનું અવસાન થયા બાદ ત્રણેક વર્ષે પિતાએ બીજાં લગ્ન કર્યા હતા. સાવકી માતા સાથે ફાવતું નહીં હોઈ આ યુવતી બિપિનભાઈ જ્યાં રહેતા હતા ત્યાં રહેવા જતી રહી હતી. 2018માં આ ભૂવાની પત્ની તેને છોડીને જતી રહેતાં બિપિન મે 2019માં ઉગત આવાસમાં રહેવા આવી ગયો હતો. આ યુવતીના પિતા અને ભાઈને મારી નાખવાનું કહી પોતાની સાથે રહેવા બોલાવી યૌનશોષણ કરનાર ભૂવાએ લગ્ન કરવાને બદલે દાસી તરીકે રાખી થોડાક મહિના બાદ તરછોડી દઇ અન્ય યુવતી સાથે રહેવા લાગ્યો હતો.

ઉગત આવાસમાં યુવતી પર પાંચ મહિના દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
ઉગત આવાસમાં યુવતી પર પાંચ મહિના દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

ભૂવાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે
યુવતીએ બિપિન વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેને લઈને બિપિનને સારવાર અર્થે મનપા સંચાલિત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે બિપિનને રાંદેર પોલીસ શોધી રહી હતી. દરમિયાન આપઘાતનો પ્રયાસ કરતાં પોલીસે હોસ્પિટલ પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

બિપિન ભૂવો હોવાનો ઢોંગ કરતો વીડિયો વાઇરલ થયો.
બિપિન ભૂવો હોવાનો ઢોંગ કરતો વીડિયો વાઇરલ થયો.

ભૂવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
બિપિન ભૂવો સામે 21 વર્ષીય યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધવતાં તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે, જેમાં લંપટ ભૂવો હોવાનો ઢોંગ કરતો નજરે પડી રહ્યો છે. આ સાથે અન્ય ભૂવાઓને ઠગ કહી રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

વધુ વાંચો